વલસાડ શહેરમાં આવેલી એક મોબાઇલ શોપનો સંચાલક વિનોદ ભોગીલાલ શાહ મોબાઇલની દુકાનમાં મોબાઈલ વેચવાની સાથે વ્યાજખોરીનો ધંધો કરતો હોવાની વલસાડ સીટી પોલીસ મથકે એક ભોગ બનનાર મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે સીટી પોલીસે દુકાને જઈ રેડ કરી ચેક કરતા મહિલાની મોપેડની ચાવી, કોરા ચેક સહિતના ડોક્યુમેન્ટસ મળી આવ્યાં હતા. પ્રાથમિક પૂછપરછ કરતા લાઇસન્સ વિના વ્યાજખોરી કરતો હોવાની કબુલાત વિનોદ શાહે કરી હતી અને ૧૦ ટકા અને ૨૦ ટકા જેવા ઉંચા વ્યાજે બેંક ડિફોલ્ટરોને મોબાઈલ તેમજ રૂપિયા વ્યાજે આપતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ચેક કરતા વધુ ૨૫ જેટલા લોકોના ડોક્યુમેન્ટસ મળી આવ્યા હતા. સીટી પોલીસે પઠાણી ઉઘરાણી કરનાર વિનોદ શાહની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application