રાજ્યમાં હાર્ટ એટેકના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં હવે દાહોદમાં થિયેટર કલાકારનું હાર્ટએટેકથી મોત થયું છે.39 વર્ષીય ભાસ્કર ભોજકનું અચાનક હાર્ટઅટેકથી મોત થયું છે. દાહોદમાં બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ભોજકનું હૃદય રોગના હુમલાથી મોત થયું છે. દાહોદ ખાતે અનાજ મહાજન દ્વારા એંફી થિયેટરમાં નાટક ભજવવા આવ્યા હતા.
આ અંગેની માહિતી અનુસાર, ભાસ્કર ભોજક અનેક નાટક અને સિરિયલમા કામ કરી ચુક્યા છે.નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા નાટકમાં કામ કર્યું હતું. મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો. કલાકારનું મોત થતા શોકનો માહોલ છવાઈ ગયો છે.
નોંધનીય બાબત છેકે, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંસ્કાર કેન્દ્ર દ્રારા રાત્રે પ્રસિદ્ધ રંગ મંચ કલાકાર સંજય ગોરડિયા અભિનિત 'બે અઢી ખીચડી કઢી' નાટકના શોનું આયોજન કરવામા આવ્યું હતું. આ નાટકમાં ભાસ્કર ભોજક નામના એક 39 વર્ષીય યુવાન કલાકારનો પણ રોલ હતો.
નાટક પૂર્ણ થયા બાદ નાટકના મુખ્ય કલાકાર સંજય ગોરડિયા સહ કલાકારોની શ્રોતાઓને ઓળખ કરાવી રહ્યા હતા. ત્યારે મંચ પર દરવાજા પાસે ભાસ્કર ભોજક પણ ઉભા હતા અને તે સમયે જ તેઓને એકાએક જ હાર્ટએટેક આવ્યો હતો અને તેઓ મંચ પર જ ફસડાઈ પડતા દોડધામ મચી ગઈ હતી. શો મા કેટલાક તબીબો પણ ઉપસ્થિત હતા તેઓએ ભાસ્કર ભોજકને સીપીઆર તેમજ માઉથ ટુ માઉથ શ્વાસો શ્વાસ આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ રિધમ હાર્ટ ઈન્સ્ટીટયુટમાં તેઓને હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500