મહારાષ્ટ્રમાં કોરોનાના દૈનિક દર્દીની સંખ્યામાં સતત ઉતાર-ચઢ થઈ રહ્યો છે. જોકે આજે ફરી મુંબઈમાં કોરોનાના નવા દર્દીની સંખ્યા 100 કરતાં વધારે અને મહારાષ્ટ્રમાં 200 કરતાં વધારે નોંધાઈ છે. આથી સરકાર ચિંતામાં છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહે છે કે, જૂન-જુલાઈમાં કોરોનાની ચોથી લહેરની ભારોભાર શક્યતા વર્તાઈ રહી છે.
રાજ્યમાં આજે કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે અને 2 દર્દીનું મોત થયું છે અને જ્યારે કોરનાના 161 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ડિસ્ચાર્જ કરાયા છે અને અત્યારે રાજ્યમાં કોરોનાના સક્રીય સંખ્યા 1403 દર્દી છે. મુંબઈમાં આજે કોરોનાના નવા 122 દર્દી નોંધાયા છે અને એકપણ દર્દીનું મોત થયું નથી. પરંતુ કોરોનાના 100 દર્દી સાજા થતાં તેઓને હોસ્પિટલથી ઘરે જવાની રજા અપાઈ છે. હાલમાં મુંબઈમાં કોરોનાના સક્રીય 844 દર્દી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application