Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ સહિત રાજ્યભરમાં લોકડાઉન દરમિયાન બાળ મજૂરોની સંખ્યા વધી

  • June 17, 2022 

ગત બે વર્ષથી કોરોના મહામારી અને લોકડાઉનની પરિસ્થિતિને કારણે મહારાષ્ટ્રનાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારના બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર ગંભીર પરિણામ થયાં છે. બાળ હક્ક સ્વયંસેવી સંસ્થા અને ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ (ક્રાય) એ કરેલ સર્વેક્ષણ મુજબ, ખેતી તેમજ અન્ય ઉદ્યોગ ક્ષેત્રોમાં કામ કરનારા બાળ મજૂરોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે. આ પ્રમાણ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહિ તો મુંબઈ જેવા શહેરમાં પણ વધેલું જોવા મળ્યું છે. ક્રાય સંસ્થાએ જાલના, અહમદનગર, પરભણી, લાતુર, વર્ધા, નંદુરબાર આ 6 જિલ્લામાં કરેલ સર્વેક્ષણ મુજબ, ત્યાંના બાળ મજૂરોની સંખ્યા જે 2020માં 2556 હતી.



તે વર્ષ 2021માં 3356 જેટલી વધી 2022માં આ આંકડો 3309 એ પહોંચ્યો છે. સ્કૂલો બંધ થવી, ઓનલાઈન ક્લાસ માટે ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને મોબાઈલ ફોનનો અભાવ, ઘરની વ્યક્તિ નોકરી ગુમાવતાં માથે પડેલી જવાબદારી તેમજ લાંબો સમય ચાલેલી એસટી બસ હડતાળની અસર બાળકોના લાંબા શૈક્ષણિક ભવિષ્ય પર જોવા મળી છે.



ગ્રામીણ વિસ્તાર પ્રમાણે જ શહેરી વિસ્તારની પરિસ્થિતિ પણ ખાસ કંઈ જુદી નથી. સર્વેક્ષણ દરમિયાન બાંદરાના રાહુલ નગર, સાયન કોલીવાડા અને માનખુર્દના ચિત્તા કેમ્પમાં 14 થી 18 વર્ષની વયજૂથના 589 બાળકોમાંથી 145 બાળકો હાલ વિવિધ પ્રકારના કામ કે નોકરીમાં જોડાઈ ગયા છે. જોકે આમાંની 84 છોકરીઓ રસોઈ, ઝાડું-પોતા કરવા, વાસણ ધોવા, બેબી કેર કે વૃદ્ધની દેખરેખ રાખવી જેવા ઘરકામોમાં જોડાઈ ગઈ હોવાનું સર્વેક્ષણમાં જણાયું છે. સર્વેક્ષણમાં સહભાગી થયેલ 64 ટકા લોકોને આર્થિક પરિસ્થિતિ અને પૈસાંને અભાવે બાળકોને કામે મોકલવા પડે છે.



કેટલાંક બાળકો કામ નિમિત્તે આસપાસના શહેરોમાં પણ સ્થળાંતરિત થયાં છે. મુંબઈ, પુણે, બીડ, દૌંડ, મનમાડ, ઔરંગાબાદ, નાસિક શહેરોમાં ઘરકામગાર, ભિખારી, મજૂર કે કારખાનામાં કામગાર તરીકે પણ આ બાળકો જોડાઈ ગયા છે. તો કેટલાંક બાળકોએ ગ્રામીણ ભાગમાં ભણતર મૂકીને ખેતીમાં જોડાવાનું પસંદ કરી લીધું છે. જેથી રાજ્યમાં બાળ મજૂરોની સંખ્યા વધેલી જણાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application