રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દોડધામ વચ્ચે રાજ્ય સરકારે ચાર મહાનગરો જેમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે સાથે જ રાત્રિ કર્ફ્યુમાં લોકોને એક કલાકની રાહત આપવામાં આવી છે. હવે રાત્રે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
આ નિર્ણય રાત્રિ કર્ફ્યુ મુદ્દે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. આ બેઠક નાયબ મુખ્યમંત્રી નીતિન પેટલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ, મુખ્યમંત્રીના અંગત સચિવ, ડીજીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ પહેલા રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુને 15 ફેબ્રુઆરી સુધી લંબાવ્યો હતો અને તેની સમય મર્યાદા રાત્રિના 11થી સવારના 6 વાગ્યા સુધી નક્કી કરી હતી. જેમાં રાતના સમયે હવે લોકોને એક કલાકની રાહત આપવામાં આવી છે અને કર્ફ્યુને 28 ફેબ્રુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500