સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નિઝર ખાતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રની જોગવાઇ અનુસાર ઉચ્ચ શિક્ષણ કમિશ્નરની કચેરી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫થી નવી શરૂ કરવામાં આવેલ છે. જેમાં ગત તારીખ ૧૩/૦૭/૨૦૨૪ના રોજ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવ અને હાલ તાપી ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ યુ ગામીત અને સરકારી વિનયન અને વાણિજય કોલેજ સોનગઢનાં આચાર્યશ્રી ડો.આર.એ.પટેલ સાહેબ, સરકારી મોડેલ સ્કુલ નિઝરનાં આચાર્યશ્રી ગુલશનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી ડો.રાકેશ ગામીત એ પ્રથમ બેચના વિદ્યાર્થીઓ અને મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. નરેન્દ્રભાઈ યુ ગામીતે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર જીવનઘડતર અંગે માર્ગદર્શન આપ્યુ હતુ તેમજ નવી કોલેજના પ્રથમ બેચના વિદ્યાર્થીઓ બનવા બદલ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. ડો. આર.એ. પટેલ સાહેબે નવી શિક્ષણનિતી અનુસાર કોલેજના અભ્યાસ અંગે માર્ગદર્શન તથા ઉચ્ચ શિક્ષણ મેળવી રોજગારીની તકો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application