ગોડાદરા દેવધ ગામમાં રહેતા કાપડ વેપારીની પત્નીની પાડોશી યુવાને મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં લાજ લેવા –પ્રયાસ કરી હાથમાં હથોડી મારતા મહિલાને બે આંગળીમાં ફ્રેક્ચર થયું હતું.
ગોડાદરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોડાદરા દેવધ ગામ ખાતે રહેતા કાપડ વેપારીની ૩૬ વર્ષીય પત્ની નિશા (નામ બદલ્યું છે) ગત મંગળવારે રાત્રે ૮.૪૫ કલાકે બે બાળકોને જમાડી-સુવડાવી પતિની રાહ જોતી ઘરની બહાર બેઠી હતી ત્યારે તેના ઘરની સામે રહેતો ૩૫ વર્ષીય મહેન્દ્ર મહંતો વર્મા ઍક મહીના અગાઉ થયેલા ઝગડાની અદાવત રાખી તેમના મકાનની દિવાલ કુદી હથોડી લઇને ત્યાં હતો .મહેન્દ્રઍ નિશાનું બ્લાઉઝ ખેંચતા દોરી તૂટી ગઇ હતી.
નિશાઍ બૂમો પાડતા મહેન્દ્રઍ ગાળો આપી હાથમાં રહેલી હથોડી વડે નિશાના જમણા હાથની પહેલી બન્ને આંગળીઓમાં માર્યું હતું અને ભાગી ગયો હતો. નિશાને લોહી નીકળવા લાગતા તેની બૂમો સાંભળી નજીકમાં રહેતો તેનો ભાઇ દોડી આવ્યો હતો અને સારવાર માટે હોલ્ખિટલમાં લઇ ગયો હતો. મહેન્દ્રઍ હથોડી મારતા નિશાની બે આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. સારવાર કરાવ્યા બાદ નિશાએ ગતરાત્રે પાડોશી મહેન્દ્ર વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં છેડતી અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહેન્દ્રને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500