સુરત સિવિલ હોસ્પિટલનાં સ્પેશિયલ વોર્ડની લોબીમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારે હોસ્પિટલનાં સ્ટાફ નર્સને મોર મૃત હાલતમાં દેખાતા તેમણે R.M.O.ને જાણ કરી હતી. ઘટનાની જાણ બાદ ફોરેસ્ટ વિભાગને માહિતી આપવામાં આવી. જોકે મોરનાં મોત પાછળનું તારણ સિવિલનાં સ્પેશિયલ વોર્ડની અગાસીની ખુલ્લી જાળીમાંથી અંદર આવી ગયા બાદ બહાર નીકળવા જતા જાળી સાથે અથડાયને થયું હોવાનું કઢાઈ રહ્યુ છે. સમગ્ર ઘટના બાબતે ફોરેસ્ટ વિભાગ સહિત તમામ અધિકારીઓને જાણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application