Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરોલીમાં ચાર દિવસથી ગુમ મહિલાની નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર

  • December 25, 2020 

અમરોલી છાપરાભાઠા રોડ વિસ્તારમાં રહેતી આધેડ મહિલા વેપારીની ગઈકાલે મોડી સાંજે તેના જ વિસ્તારમાં આવેલ ઝાંડી ઝાખરામાંથી નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મહિલા ચાર દિવસ પહેલા રાત્રે તેની રેડીમેડ કપડાની દુકાનથી ચાલતી ઘરે જવા માટે નિકળ્યા બાદ ગુમ થઈ હતી અને ત્યાર બાદ સાંજે લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી લાશને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આાપી છે. મહિલા સાથે બળાત્કાર થયો હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.

 

 

 

 

બનાવ અંગે અમરોલી પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ છાપરાભાઠા રોડ મધરટેરેસા ચેરીટેબલ ટ્રસ્ટની પાછળ પુરષોત્તમનગર સોસાયટીમાં રહેતા આકાશ કામરાજભાઈ કેવટ(બિંદ)(ઉ.વ.૨૧) તેના ઘરથી ૩૦૦ મીટર દુર જેટલા છાપરાભાઠા મઠુલી ખાતે રેડીમેડ કપડાની દુકાન ધરાવે છે. દુકાન માતા-પિતા સહિત આખો પરિવાર ચલાવે છે ત્યા નવેક વાગ્યે આકાશના માતા-પિતા દુકાનથી ઘરે જવા માટે નિકળ્યા હતા અને આકાશ, તેનો ભાઈ રાત્રે દુકાનમાં જ રોકાઈ જતા કામરાજભાઈ તેમના માટે નાસતો લેવા માટે ગયા હતા જેથી માતા સંતોષીદેવી(ઉ.વ.૪૩) દુકાનથી ઘરે જવા માટે ચાલતા  નિકળી ગયા હતા. કામરાજભાઈ દુકાને નાસ્તો આપી ઘરે આવતા સંતોષદેવી ઘરે ન મળતા પરત દુકાને ગયા હતા ત્યારબાદ પુત્ર સાથે સંતોષદેવીની શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ નહી મળતા પોલીસમાં સંતોષદેવી ગુમ થવાની ફરિયાદ નોઁધાવી હતી. પોલીસ સંતોષદેવીની શોધખોળ હાથ ધરતા તેમણે છાપરાભાઠા પટેલ પાર્ક સોસાયટીની પાછળ ખુલ્લા પ્લોટના કમ્પાઉન્ડની દિવાલની અંદર ઝાડી ઝાંખરામાંથી તેમની નગ્ન હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. સંતોષદેવીને પીઠના, હાથ અને છાતીના ભાગે ઉજરડાના નિશાન પણ હતા. પોલીસે આકાશની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી સંતોષીદેવીની લાશને પીઍમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. પીઍમમાં સંતોષીદેવીની હત્યા કેવી રીતે કરવામાં આવી છે અને બળાત્કાર થયો છે કે નહી તે બહાર આવશે, લાશને જોતા સંતોષીદેવીની હત્યા તેના ગુમ થવાના ગણકરીના કલાકોમાં કરવામાં આવી હોવાની શક્યતા હોવાનુ પોલીસ સુત્રોઍ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application