બારડોલી તાલુકાનાં પણદા ગામની સીમમાંથી એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જોકે યુવક પલસોદ ગામનો હોવાની ઓળખ થઈ હતી અને યુવકો હત્યા અંગેનો ભેદ હજી સુધી ઉકેલી શકાયો નથી. મળતી માહિતી મુજબ, બારડોલીનાં પલસોદ ગામનો મહેશ ભીખુ પટેલ (ઉ.વ.43) બારડોલી નોકરી પર આવતો હતો. રોજ મોટર સાઇકલ પર અપડાઉન કરતો હતો. જોકે શુક્રવાર રાત્રે તે ઘરે નહીં પહોંચતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી.
જયારે શોધખોળ દરમ્યાન પણદાથી ખરવાસા જતાં નવા બનેલા રોડ પર તપાસ કરતાં રવિન્દ્રસિંહ મોહનસિંહ દેવધરાના ખેતર પાસે મહેશની મોટર સાઇકલ મળી આવી હતી અને ત્યાં જ ખેતરના શેઢાની બાજુમાં આંબાના વૃક્ષ નીચે મહેશભાઇની લાશ મળી આવી હતી. તેના માથામાં બોથડ પદાર્થ વડે ઇજા કરવામાં આવી હતી. બાજુમાંથી જ એક હથિયાર પણ મળી આવ્યું હતું. ઘટનાની જાણ થતાં બારડોલી રૂરલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ કરાવ્યુ હતું. યુવકની હત્યા કોણે અને શા માટે કરી તેની શોધખોળમાં પોલીસ લાગી છે. જોકે હજી સુધી કોઈ કડી મળી શકી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application