અમરેલી જિલ્લાના ધારીમાં ભાજપના પૂર્વ મંત્રીની હત્યાથી ચકચાર મચી ગઈ છે. ભાજપના પૂર્વમંત્રી અને ધારી તાલુકા પંચાયત પૂર્વ સભ્ય મધુબેન જોશી અને તેમના પુત્ર તેમજ મધુબેનના બહેનના પુત્ર પર ઘાતક હુમલો કરાયો હતો. આ હુમલા બાદ મધુબેનને સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું. જોકે હજુ આ હત્યા કોણે કરી તે અંગે કોઈ માહિતી મળી નથી. પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. મધુબેન જોશીની હત્યા કરનાર અને પતિ અને દીકરા પર પણ જીવલેણ હુમલો કરનાર તેમનો પાડોશી હોવાનો દાવો કરાયો છે. પડોશીએ સામાન્ય બોલાચાલીમાં આ ઘટનાને અંજામ આપ્યાની માહિતી મળી રહી છે. મધુબેનની હત્યા અને તેમના પરિવાર પર થયેલા જીવલેણ હુમલા બાદ ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application