Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને મળશે પસંદગીના નંબરો

  • November 22, 2021 

ડાંગ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી સાથે ઓનલાઇન REAUCTION શરૂ કરવામા આવેલ છે. જે મુજબ આ કચેરીમા મોટર સાયકલ (બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટે) ના નંબર માટે GJ30E, GJ30C REAUCTION તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે REAUCTION શરૂ કરવામા આવેલ છે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, http/privahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી AUCTION મા ભાગ લઇ શકાશે, જેની જણકારી નીચે મુજબ છે.





(૧) તા.૨૮/૧૧/૨૦૨૧ થી તા.૩૦/૧૧/૨૦૨૧ના રોજ AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે, અને એપ્લીકેશન કરવાની રહેશે.

(૨) તા.૦૧/૧૨/૨૦૨૧ રાત્રે ૧૨ વાગ્યાથી તા.૦૨/૧૨/૨૦૨૧ના ૧૧:૫૯ કલાક રોજ AUCTION માટેનુ BIDDING થશે.

(૩) અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી ૭ દિવસની અંદર CNA ફોર્મ ભરેલુ હોવુ જોઇએ. વેલીડ CNA ફોર્મ રજુ નહી કરનાર અરજદારને હરાજીમા નિષ્ફળ જાહેર કરવામા આવશે.

(૪) હરાજીની પ્રક્રીયા પુર્ણ થયાના ૫ દિવસમા નાણા જમા કરાવવાના રહેશે.

(૫) અરજદાર જો આ નિયત સમયમર્યાદામા નાણા ચુકવવામા નિષ્ફળ જાય, તો જે તે નંબર માટે ભરેલી મુળ રકમ જપ્ત કરી, જે તે નંબરની ફરી હરાજી કરવામા આવશે. ઓનલાઇન ઓકશન દરમ્યાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.



નોધ : વાહનના સેલ લેટરમા સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારો હરાજીમા ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામા આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આહવા-ડાંગ  દ્વારા જણાવાયુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application