સુરત શહેરમાં યુવક દ્વારા એક સગીરા સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે સગીરાના પરિવારના સભ્યો દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને વિધર્મી યુવક અસદ વિરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. વિઘર્મી યુવક અવારનવાર સગીરાને હોટલમાં લઈ જતો હતો. આ ઉપરાંત તેના ઘરે બોલાવીને પણ શારીરિક સંબંધ બાંધતો હતો. મળતી માહિતી મુજબ, સુરતમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી હતી.
તેનું ધ્યાન અભ્યાસમાં પૂરતું ન હોવાના કારણે એક દિવસ સગીરાની માતા દ્વારા સગીરાનો મોબાઇલ ચેક કરવામાં આવ્યો. ત્યારે અન્ય યુવક સાથે સગીરાના બીભત્સ ફોટો તેના મોબાઇલમાંથી મળી આવ્યા હતા. ત્યારબાદ સગીરાની માતા દ્વારા આ સમગ્ર મામલે પરિવારના અન્ય સભ્યોને આ બાબતે માહિતી આપતા પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા પૂછપરછ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ યુવકનું નામ અસદ વિરાણી છે અને તે સ્ક્રેપના વેપારીનો દીકરો છે.
જેથી આ સમગ્ર મામલે સગીરાના પરિવારના સભ્યો દ્વારા વેસુ પોલીસ સ્ટેશનમાં અસદ અલ્તાફ વિરાણી સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ સમગ્ર મામલે અસદની ધરપકડ કરી છે. આ સાથે સાથે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે, આરોપી સાથે સગીરા અગાઉ શાળામાં અભ્યાસ કરતી હતી અને ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. તો અસદ અવારનવાર મિત્રતાની આડમાં સગીરાને ફોસલાવીને ડુમસની હોટલમાં ઉપરાંત તેના ઘરે બોલાવીને સગીરા સાથે દુષ્કર્મ આચરતો હતો. આ સમગ્ર મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે વેસુ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500