Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સગીરાને કૌટુંબિક ભાઈ અને કાકાએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી

  • March 15, 2024 

જસદણ તાલુકાના એક ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે. જેમાં 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈ અને કૌટુંબિક કાકાએ અવારનવાર દુષ્કર્મ આચારી સગીરાને ગર્ભવતી બનાવી હતી. પરંતું તેના કરતા પણ મોટું પાપ એક ડોક્ટરે કર્યું. સગીરાએ પુત્રને જન્મ આપતા ડોકટરે તેનું નવજાત બાળક વેચી નાખ્યું હતું. ત્યારે માનવ તસ્કરી બદલ કમળાપુરના શ્રીજી ક્લિનિકના ડોક્ટરની ધરપકડ કરીને એક આરોપી સગીર સાથે બીજા બે આરોપીને ધરપકડ કરી લેવામાં આવી છે.


જસદણ તાલુકાના એક ગામે 13 વર્ષની સગીરા પર કૌટુંબિક સગીર ભાઈ અને કાકાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. સાથે સગીરા ગર્ભવતી થતા પુત્રને જન્મ આપ્યો હતો. જોકે ડોક્ટરે શિશુ વેચી નાંખ્યું હોવાનો આક્ષેપ છે. આ અંગે ફરિયાદ નોંધાતા જસદણ પોલીસે અને તેમની ટીમે દુષ્કર્મ આચરનાર સગીરાના બે કૌટુંબિક સગા અને કમળાપુરમાં શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયાની ધરપકડ કરી છે. એક આરોપી સગીર હોવાથી તેની અટકાયત હજુ કરવામાં આવી નથી. આ બનાવથી જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જસદણ પોલીસ મથકે સગીરાના પિતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેની ભોગ બનનાર દીકરી 13 વર્ષ 5 મહિનાની છે. એકાદ વર્ષ પહેલાં તેની દીકરીને આરોપી કૌટુંબિક કાકા અને કૌટુંબિક ભાઈએ એમ ત્રણ આરોપીએ બળજબરી કરી હતી. સગીરાએ વિરોધ કરતા તારા નાના ભાઈને મારી નાખીશું. તેવી આરોપીઓએ ધમકી આપી હતી. 


આરોપીઓ કૌટુંબિક સગા હોઈ આસપાસમાં જ રહેતા હતા. તેઓ રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. એવામાં સગીરા ગર્ભવતી થતા પરિવારજનોને જાણ થઈ હતી. સાડા આઠ મહિને સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા કમળાપુરના શ્રીજી ક્લિનિક નામના દવાખાનમાં ખસેડવામાં આવી હતી. પોણા બે મહિના પહેલા 13 વર્ષની દીકરીએ પુત્રને જન્મ આપ્યો હતો.  આ તરફ આરોપીઓ પણ કુટુંબના જ હોવાથી સગીરાના પરિવારજનો અને કુટુંબના લોકોએ સમાજમાં બદનામી થશે તેવા ડરે વાતને દબાવી દીધી હતી, અને એવું સમાધાન થયું હતું કે દુષ્કર્મ આચરનાર ત્રણે આરોપીને ગામ છોડીને જતું રહેવાનું અને ક્યારે ગામમાં દેખાવાનું નહિ.


આ પછી આરોપીએ ગામ મૂકીને અન્ય જગ્યાએ જતા રહ્યા હતા. જોકે થોડા પહેલા પરત ગામમાં આવી આરોપીએ સગીરાના ઘર સામે રહેતા માથાકૂટ થઈ હતી, અને સગીરાના પિતાએ ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું હતું.  શ્રીજી ક્લિનિકના ડો.ઘનશ્યામ રાદડિયાને નવજાત શિશુ આપી દેવામાં આવ્યું હતું. ડોક્ટરે આ શિશુ કોઈને વેચી દીધું હોવાનો આક્ષેપ છે. સમગ્ર બનાવ સામે આવતા જસદણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આઇપીસી 376, 370 અને પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડોકટર સામે બાળકને વેચી નાખવાનું એટલે કે માનવ તસ્કરીનો ગુનો ગણવામાં આવ્યો છે. હાલ આરોપી ડોકટર અને 21 વર્ષીય કૌટુંબિક કાકા, 20 વર્ષીય કૌટુંબિક ભાઈની ધરપકડ કરી છે. એક સગીર આરોપી છે જેની ઉંમર આશરે 16 વર્ષ છે. તેની સામે બાળ અદાલતમાં કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application