પ્રભારીમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વરસાદ અતિવૃષ્ટિની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી નાણા મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ નવસારી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક સરકીટ હાઉસ નવસારી ખાતે યોજી હતી. પ્રભારી મંત્રી કનુભાઇ દેસાઇએ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે. પ્રભારી મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં માર્ગ અને મકાન રાજય હસ્તકના અને માર્ગ અને મકાન પંચાયત હસ્તકના હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૩૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધરી મોટાભાગના રસ્તાઓ પુનઃ કાર્યરત થઇ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application