Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી, નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું

  • December 12, 2021 

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં તાપમાન 13 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જ્યારે 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠુંડુગાર શહેર નોંધાયું હતું.


કચ્છમાં શીતલહેરની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડી શકે છે. આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘડાટાની શક્યતા છે. રાજ્યના શહેરોમાં નોંધાયેલા ઠંડીના આંકડા પર નજર કરીએ તો નલિયામાં સૌથી ઓછુ 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કંડલા એયરપોર્ટ પર ઠંડીનો પારો 11.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. ડીસામાં ઠંડીનો પારો 12.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. તો ભૂજમાં ઠંડીનો પારો 13 ડિગ્રી પર પહોંચ્યો છે.


ગાંધીનગર અને વલસાડમાં ઠંડીનો પારો 14 ડિગ્રી પર પહોંચ્યો છે. વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનો પારો 15.2 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તો સુરેંદ્રનગરમાં તાપમાન 16 ડિગ્રી નોંધાયુ. અમરેલીમાં ઠંડીનો પારો 16.4 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભાવનગર અને કેશોદમાં ઠંડીનો પારો 16.6 ડિગ્રી સુધી પહોંચ્યો છે. વડોદરામાં ઠંડીનો પારો 17 ડિગ્રી, રાજકોટમાં ઠંડીનો પારો 17.6 ડિગ્રી, મહુવામાં ઠંડીનો પારો 18.5 ડિગ્રી, દિવમાં ઠંડીનો પારો 18.9 ડિગ્રી, સુરતમાં ઠંડીનો પારો 19.6 ડિગ્રી તો સંઘ પ્રદેશ દમણમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી પર પહોંચ્યો છે.


ગુજરાતીઓના પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુ ઠંડીમાં ઠુઠવાયું છે. રાજસ્થાનનાં માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીનો પણ સહેલાણીઓ આનંદ માણી રહ્યા છે.સર્વત્ર બરફની સફેદ ચાદર ફેલાયેલી જોવા મળી રહી છે. પર્યટકોની ગાડીઓ તથા અન્ય વાહનો પર પણ બરફ આચ્છાદિત થયા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ઝીરો ડિગ્રીએ પહોંચ્યો હોવા છતાં પર્યટકોનાં ઉત્સાહમાં કોઈ કમી આવી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application