Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના વનપ્રદેશમા 'વન એ જ જીવન' નો સંદેશ ગુંજતો કરાયો

  • June 05, 2021 

'વન એ જ જીવન' ના સંદેશ સાથે વનપ્રદેશ ડાંગમા 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણી કરવામા આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, કલેકટર ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા, વલસાડ વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનેશ્વર રાજા, ડાંગના નાયબ વન સંરક્ષકો સર્વ અગ્નિશ્વર વ્યાસ, અને નિલેશ પંડયા, નાયબ પોલીસ અધિકારી વસાવા સહિતના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, વનકર્મીઓ, વનપ્રેમીઓ વિગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાને સીમાડે આવેલા દેવીનામાળ કેમ્પ સાઈટના પટાંગણમા યોજાયેલા 'વિશ્વ પર્યાવરણ દિવસ' ઉજવણી કાર્યક્રમ દરમિયાન વિશેષ કરીને વનઔષધિઓના રોપઓ, અને સુશોભિત પ્લાન્ટ્સનુ વાવેતર અને વિતરણ કરાયુ હતુ.

 

 

 

 

'કોરોના કાળ'મા માનવીઓને વૃક્ષ અને ઓક્સિજનની કિંમત બખૂબી સમજાઈ ગઈ છે, ત્યારે આવનારી પેઢીને વન પર્યાવરણનો મજબૂત વારસો આપી શકાય તે માટે, આ વર્ષના ચોમાસામા પ્રત્યેકજન એક-એક વૃક્ષ વાવે, અને તેનુ જતન, સંવર્ધન કરે તે જરૂરી છે તેવો એકમત મહાનુભાવોએ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આહવાના પરિક્ષેત્ર વન અધિકારી રાહુલ પટેલ તથા તેમની ટીમે આયોજન, વ્યવસ્થા સંભાળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application