સુરત શહેરના રીંગરોડની મિલેનીમય માર્કેટ-2ના કાપડ વેપારીનો મોબાઇલ હેક કરી ભેજાબાજે બારોબાર રૂ.5 લાખના બે ટ્રાન્જેક્શન થકી કુલ રૂ.10 લાખ એચડીએફસી બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ સાયબર ક્રાઇમ સેલમાં નોંધાય છે. રીંગરોડની મિલેનીયમ માર્કેટ-2માં મોનીકા સિલ્ક મીલ્સ નામે કાપડનો ધંધો કરતા નવરતનદાસ સીતારામ સ્વામી (ઉ.વ. 41 રહે. સાલાસર રેસીડન્સી, ગોડાદરા અને મૂળ.સારંભર, તા.બિદાસર, જી.ચુરૂ,રાજસ્થાન)ના વતન ખાતેની ગૌ-શાળા સમિતી સારંગપુરના વ્હોટ્સએપ ગૃપમાં ગત તારીખ 30 મે’ના રોજ પરિવારના સભ્યએ પીએમ વિકાસ યોજનાની એક લીંક પોસ્ટ કરી હતી.
જેથી નવરતનદાસે આ લીંક ઓપન કરતા મોબાઇલ હેક થવાનું શરૂ થઇ ગયું હતું. ત્યારબાદ તારીખ 11 જુનના રોજ અચાનક જ મોબાઇલ ખાતામાં નાંણા ડેબિટ થયાના ઓટીપી આવ્યા હતા અને એક્સીસ બેંકમાંથી રૂ.5 લાખના બે ટ્રાન્જેક્શન મળી કુલ રૂ.10 લાખ એચડીએફસી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઇ ગયા હતા. જેથી પોતાની જાણ બહાર કાપડ વેપારી નવરતનદાસના એકાઉન્ટમાંથી રોકડ ટ્રાન્સફર કરી લેનાર વિરૂધ્ધ સાયબર ક્રાઇમ સેલ દ્વારા અરજીના આધારે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500