કમલમ ખાતે સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ પ્રથમ વખત આ બેઠકનું આયોજન કરાયું છે. જેમાં જિલ્લાથી લઈને મોરચાઓના પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
આગામી રણનિતીને ધ્યાનમાં રાખીને આ બેઠકની અંદર ખાસ ચર્ચા કરવામાં આવશે.ભાજપની પ્રચંડ જીતને જોતા સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે કમલમ ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. પદાધિકારીઓ સેલ મોરચના હોદ્દેદારો, જિલ્લા ભાજપના પ્રમુખો વગેરેને બેઠકમમાં બોલાવવામાં આવ્યા છે. આ મહત્વની બેઠક આગામી સમયમાં રણનિતીને લઈને યોજવામાં આવી છે.
ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સંગઠનની મોટી મોટી બેઠકો યોજાઈ હતી. કાર્યકર્તાઓથી લઈને હોદ્દેદારોની બેઠકો મળી હતી. જો કે, જિત બાદ ફરીથી બેઠકોનો દોર ફરીથી શરુ થઈ ગયો છે. આ બેઠકની અંદર તમામ મોરચે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને આગામી સમયમાં લોકસભાની ચૂંટણી 2024ની અંદર યોજાવા જઈ રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાને લઈને પણ જિલ્લા સ્તરે તૈયારીઓનો પ્રારંભ ભાજપ તરફથી કરવામાં આવશે. ગત વખતે તમામ બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500