વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા 56 ક્વાટર્સમાં બાકી નીકળતા રૂપિયા 500 બાબતે બે યુવકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને જૂથના લોકો સામસામે આવીને મારામારી કરવા લાગ્યા હતા. ઝપાઝપી દરમિયાન બંને નીચે પડખા હતા એકને માથામાં ઈજા થતાં લોહી લુહાણ હાલત એસએસજીમાં લઈ જવાયો હતો. બંને પક્ષે સામ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આઠ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. વડોદરા શહેરના નવાપુરાના 56 ક્વાર્ટર્સમાં રહેતા સચીનભાઈ નરેશભાઈએ પોલીસ ફરીયાદ હતી કે, હું તારીખ 29 ઓગસ્ટના રોજ સાંજના સમયે ઘરે હાજર હતો.
તે સમય દરમિયાન અમારા બાજુમાં રહેતા શિવ મારા ઘરે આવ્યો હતો અને બાકી નિકળના રૂપિયા 500ની માંગણી કરવા લાગ્યો હતો. જેથી મે શિવને જણાવ્યું હતું કે હાલમાં મારી પાસે પૈસાની તંગી છે અને મારો પગાર આવ્યો નથી. જેથી પગાર આવ્યેથી હું તને તારા પૈસા આપી દઈશ. ત્યારે શિવ એકદમ મારા ઉપર ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગ્યો હતો આ વખતે શિવના મોટા બાપુનો છોકરો ધર્મેશ, અમિત તથા સુજલ પણ આવી ગયા હતા અને તેઓ પણ મને ગાળો બોલતા મ તેઓને ગાળો નહી બોલવાનું કહ્યું હતું. આ સુજલ, અમિત તથા શિવએ મને માર માર્યો હતો. જ્યારે ધર્મેશે મને માથાના વસ્તુ મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. ઉપરાંત મને તથા મારા પરિવારને જ્યારે જણાય જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
જેથી મને સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યારે ધર્મેશ ભાઈ એ પણ સામે ફરિયાદ નોંધાવી છે કે, મારા કાકા સુરે શભાઈનો છોકરો નામે શિવ અમારી બાજુમાં રહેતા સચિન પાસે બે દિવસ તેઓનું કામ કરવાના રૂપીયા 500 લેવાના બાકી હોય તે પૈસા લેવા માટે ગતો હતો તે વખતે આ સચિને પૈસા આપવાની ના પાડી તેને ગાળો આપી ઝપાઝપી માર માર્યો હતો. જેથી હું તથા મારા મોટાભાઈ અમિત શિવને છોડાવવા માટે ગયા હતા. ત્યારે ખેંચાખેચીમાં બન્ને નીચે પડી જતા સચિનને માથાના ભાગે ગટરના ઢાંકણની ધાર વાગી ગઈ હતી અને તેને લોહી નિકળવા લાગ્યું હતું.બાદમાં સચિનના કાકાનો છોકરો કૌશિક, કૃણાલ, તથા સચિનનો ભાઈ સૌરવ આવી ગયા હતા અને મારામારી કરી પથ્થરો મારવા લાગ્યા હતા અને મારી બહેન નામે જયાબેન જે બહેરી-મુંગી હોય તેની સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500