આહવાનાં ધુડા ગામે વરસાદમાં ભીંજાતી બાઇક ઓટલા પર મુકવા બહેને ચાવી માંગતા પિતરાઇ ભાઇએ હુકાડીનાં ઘા કર્યા. જોકે છોડાવવા વચ્ચે પડેલ પત્નીને મારમારી ભાગી છૂટ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગનાં આહવા તાલુકાનાં ધુડા ગામનાં પિતરાઈ ભાઈ પ્રકાશભાઈ સિમગેભાઈ ભોયેની સાથે પ્રવિણાબેન સુમનભાઈ ભોયે પણ રહેતી હતી. જયારે સોમવારનાં રોજ રાત્રીનાં સમયે પ્રકાશભાઈની બાઈક તેમના ઘરની બહાર મૂકેલી હતી. તે વરસાદમાં ભીંજાતી હતી. જેથી બહેન પ્રવિણાબેને પ્રકાશભાઈને જણાવ્યું હતું કે, ‘મને બાઈકની ચાવી આપો, હું બાઈક ઓટલા પર મૂકી દઉ પરંતુ પ્રકાશભાઈએ બાઇકની ચાવી આપવાની ના પાડી હતી.
જોકે પ્રકાશભાઈની પત્ની રેણુકાએ પણ કહ્યું હતું કે, તમે પ્રવિણાને ચાવી આપી દો ને બાઈક ઓટલા પર મૂકી દેશે ત્યારે અચાનક પ્રકાશભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈને પત્નીને ગાળો આપી માર માર્યો હતો. જયારે પતિ-પત્નીનાં ઝઘડામાં પ્રવિણાબેન વચ્ચે પડી બચાવવા જતાં પ્રકાશભાઈએ તેને માર મારી કુહાડીથી ચહેરા પર ઘા મારી દીધા હતા. જેથી બૂમાબૂમ કરતા તેની માતા અને ભાઈ તેમજ પાડોશીઓ આવી જતા પ્રકાશભાઈ ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત પ્રવિણાબેનને 108 એમ્બ્યુલન્સમાં આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. બનાવ અંગે આહવા પોલીસમાં ફરિયાદ નોંધાતા આહવા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500