મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારા ખાતે જીલ્લા સેવા સદનની સામે આવેલ આઇરીશ પ્લાઝા ખાતે સિક્યુરીટી ગાર્ડ રાખી લાયસન્સ વગર સિક્યુરીટી એજન્સી ચલાવનાર સંચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, તાપી એસ.ઓ.જી. શાખાનાં એ.એસ.આઇ. અજયસિંગ દાદાભાઇ તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ તેમજ અ.હે.કો હીરેનભાઇ ચીમનભાઇ નાઓ સાથે તારીખ ૧૫/૦૮/૨૦૨૪ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન વ્યારા ખાતે જીલ્લા સેવા સદનની સામે આવેલ આઇરીશ પ્લાઝા એપાર્ટમેન્ટ ખાતે સિક્યુરીટી ગાર્ડ રાખી લાયસન્સ વગર ‘દીપ સિક્યુરિટી સર્વિસિસ’ નામની સિક્યુરીટી એજન્સી ચલાવે છે અને જેનુ સંચાલન ધર્મેન્દરસિંહ હકીમસિંહ જાતે સેંગર (ઉ.વ.૪૫., હાલ રહે.તાડકુવા ગામ, રીધમ હોસ્પીટલની બાજુમા, તા.વ્યારા જિ.તાપી, મુળ રહે.જમાલીપુર, પોસ્ટ-દૌલતપુર, જિ.જાલૌર (ઉત્તરપ્રદેશ) નાઓ કરે છે જે બાબતે સદર જગ્યાએ ચેક કરતા તેઓ વગર લાયસન્સે ‘દીપ સિક્યુરિટી સર્વિસિસ’ નામની સિકયુરીટી એજન્સીમાં કુલ ૦૬ જેટલા સિકયુરીટી ગાર્ડ રાખી, વગર લાયસન્સે પોતાની પ્રાઈવેટ સિકયુરીટી એજન્સી ચલાવી ગુન્હો કર્યો હતો. જેથી તેઓ વિરૂધ્ધ ખાનગી સલામતી એજન્સી (નિયંત્રણ) ધારા ૨૦૦૫ મુજબ એસ.ઓ.જી. શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500