રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળના નિભાવ માટે 500 કરોડ રૂપિયાની સહાય ન આપતા આંદોલન ઉપગ્રહ બન્યું હતું અને ડીસા રાધનપુર હાઇવે પર ગૌશાળાના સંચાલકોએ તમામ પશુધન લાવી દઈ ચકાજામ કરતાં વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા બજેટમાં 500 કરોડની ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય આપવાની જાહેરાત કર્યા બાદ સહાય ના આપતા આખરે કંટાળેલા ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોએ છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા સહાય ન આપતા બનાસકાંઠા જિલ્લાની 170 ગૌશાળા અને પાંજરાપોળ માંથી પશુધન છોડી દેવામાં આવ્યું હતું પશુધન છોડતાની સાથે જ તમામ પશુઓ ક્યાંક રોડ ઉપર તો ક્યાંક સરકારી કચેરીઓમાં પ્રવેશ કર્યો હતો આ સમગ્ર આંદોલન દરમિયાન પોલીસ દ્વારા પણ અનેક સંચાલકોની અટકાયત કરવામાં આવી હતી પરંતુ આંદોલન હજુ પણ ઉગ્ર બની રહ્યું છે અને આજે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર રાજારામ ગૌશાળા નું તમામ પશુધન આવી જતા ચક્કાજામ સર્જાયો હતો 1,000 થી પણ વધુ પશુઓ ડીસા- રાધનપુર નેશનલ હાઈવે પર આવી જતા ચારે બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી પરંતુ કલાકો સુધી રાધનપુર ડીસા નેશનલ હાઇવે પર માલગઢ ગામ નજીક પશુધન ન હટાવતા વાહન ચાલકો પરેશાન થયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application