ભાવનગર શહેરનાં કરચલિયા પરા ખાતે રહેતા યુવાનને આજ વિસ્તાર ખાતે રહેતા શખ્સ સાથે અગાઉ બોલા ચાલી થઈ હતી. તેની દાજ રાખી રાણિકા પાસે પાનની દુકાન પાસે બેઠેલા યુવાનને શખ્સે ગાળો આપી છરીનો ઘા ઝીંકી દીધો હતો. યુવાનને ઈજા થતાં હોસ્પિટલે ખસેડાયો હતો.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ, શહેરના કરચલિયા પરા ખાતે રહેતા વિશાલભાઈ હરેશભાઈ ભીલ અને મિત્ર રોહન હિતેશભાઈ વાળા પાનની દુકાને માવો ખાવા માટે આવ્યા હતા અને વિશાલભાઈ ઓટલા ઉપર બેઠેલા હતા તેવામાં આજ વિસ્તાર ખાતે રહેતો રમેશ ઉર્ફે કટી રણછોડભાઈ ચૌહાણ આવી વિશાલને ગાળો આપવા લાગ્યો હતો અને તે મને થોડા દિવસ પહેલા ગાળો આપી હતી. તેમ કહી તેની પાસે રહેલ છરી કાઢી વિશાલના જમણા પગના સંથાળ પર એક ઘા ઝીંકી દીધો હતો.મારથી બચવા માટે વિશાલ પાનની દુકાનમાં ઘૂસી જતાં પાછળ આવેલા રમેશ ઉર્ફે કટીએ દુકાનમાં રાખેલ સામાન બરણીની તોડફોડ કરી નુકશાન કર્યું હતું. દેકારો થતાં રમેશ ઉર્ફે કટી ભાગી ગયો હતો. બીજી તરફ લોહિયાળ હાલતે વિશાલને હોસ્પિટલે ખસેડાયો હતો. આ બનાવ સંદર્ભે વિશાલ ભીલની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે રમેશ ઉર્ફે કટી વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application