સુરત શહેરમાં ખોટા નામો ધારણ કરીને અલગ-અલગ મિલકતોના ખોટા વેચાણ દસ્તાવેજો બનાવી કરોડોની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકીના સભ્યોની ભાળ મળે તો ઈકો સેલ ક્રાઈમ બ્રાંચને જાણ કરવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર સપ્ટેમ્બર-૨૦૧૯થી ૨૫ ડિસેમ્બર-૨૦૨૧ દરમ્યાન આરોપી ઉપવન ઉર્ફે બંટી જૈનએ ફરિયાદી ગ્યાનચંદ બજરંગલાલ જૈન સાથે સંપર્ક કરી વિશ્વાસમાં લઈ પોતાના મળતીયા સાગરિતો સાથે કાવતરૂ રચ્યું હતું, અને સાહેદોના ખોટા નામો ધારણ કરાવી તેમના નામે એક શોપ અને ત્રણ ફ્લેટના કુલ ૮ બોગસ દસ્તાવેજો બનાવ્યા હતા, જે મિલકતોના અવેજ પેટે ગ્યાનચંદ પાસેથી રૂ. ૩,૬૬,૭૩,૦૦૦/- પડાવી લીધા હતા.
બાદમાં ગ્યાનચંદ જૈનને છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે બંટી જૈન અને ૯ મળતિયાઓ સામે તા.૨૯/૩/૨૦૨૩ ના રોજ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મિલકતોના બોગસ વેચાણકર્તા બનેલ આ ટોળકીમાં (૧) ઉપવન ઉર્ફે બંટી પવન જૈન (ફલેટ નં.સી-૧૨૦૨, કિંગસ્ટોન એપાર્ટમેન્ટ, ગ્રીનસીટીની સામે,પાલ ભાઠા રોડ, સુરત, મૂળ રહે.-૧૬૧,હિરન મગરી સેક્ટર-૪, ઉદયપુર, રાજસ્થાન (૨) આરિફ ગુલશેરખાન પઠાણ (ઘર નં.૪૧/બી/૯૧૬૭૬, ગાંધીનગર, ઉમરવાડા, સલાબતપૂરા, સુરત (૩) નરેશ કેશવભાઈ વાઢેળ (ઘર નં.૯, બિલ્ડીંગ નં.૯, એસ.એમ.સી.ક્વાટર્સ, સૌરભ પોલીસ ચોકી પાસે, અડાજણ (૪) હરિલાલ સમજુભાઈ ગોંડલિયાનું ખોટુ નામ ધારણ કરનાર અજાણયો ઈસમ (૫) ઠાકરશીભાઈ પ્રેમજીભાઈ લાઠીદડિયાનું ખોટુ નામ ધારણ કરનાર અજાણયો ઈસમ (૬) ભારતીબેન ઠાકરશીભાઈ લાઠીદડિયાનું ખોટુ નામ ધારણ કરનાર અજાણી મહિલા (૭) હસમુખરાય રતિલાલ શાહનું ખોટુ નામ ધારણ કરનાર અજાણયો ઈસમ (૮) જયેશભાઈ હસમુખરાય શાહનું ખોટુ નામ ધારણ કરનાર અજાણયો ઈસમ (૯) નિહાલચંદ સોહનલાલ જૈનનું ખોટુ નામ ધારણ કરનાર અજાણયો ઈસમ આ આરોપીઓએ ખોટી ઓળખ આપી, બોગસ આધારકાર્ડ, પાનકાર્ડ, ચુંટણી કાર્ડ બનાવી તે ખોટા હોવા છતાં તેમને સાચા પૂરાવા તરીકે રજુ કરી મૂળ દસ્તાવેજ માલિકોની ખોટી સહીઓ કરી બનાવટી વેચાણ દસ્તાવેજો બનાવ્યા હતા અને આ ખોટા પુરાવાથી બેંક ખાતા પણ ખોલાવ્યા હતા. અનુક્રમ નં.૪ થી ૯ સુધી દર્શાવેલા સાહેદોના નામોની ખોટી ઓળખ આપનાર આરોપીઓના નામ-ઠામ મળી આવ્યા નથી.
આ શખ્સોએ એકબીજાના મેળાપીપણામાં જે ચાર મિલકતોના બનાવતી દસ્તાવેજો બનાવ્યા છે તેમાં (૧) ઓફિસ નં.એસ/૬, વી.આઈ.પી. પ્લાઝા (ર) ફ્લેટ નં.એ/૧૦, દસમો માળ, રિવર પેલેસ, વેલેન્ટાઈન સિનેમા પાસે, પીપલોદ (૩) ફ્લેટ નં.બી/૫૦૨, ધિ લેજન્ટ બિલ્ડીંગ પ્રાઈમ શોપર્સ, રિ-બાઉન્સની પાછળ, નર્મદ યુનિવર્સિટી રોડ, સુરત (૪) ફલેટ નં.૩/સી, કેસલ બ્રાઉન, ઉધના મગદલ્લા રોડ, સુરતનો સમાવેશ થાય છે. જે બનાવટી દસ્તાવેજો બનાવીને ફરિયાદીને આપવામાં આવ્યા હતા, તેમાં સાહેદો તરીકે ફોટા અને સહીઓ સાથે ઉલ્લેખ છે તેમાં (૧) હરિલાલ સમજુભાઈ ગોંડલિયા (૨) હસમુખરાય રતિલાલ શાહ (૩) નિહાલચંદ સોહનલાલ જૈન (૪) ભારતીબેન ઠાકરશીભાઈ લાઠીદડિયા (૫) ઠાકરશીભાઈ પ્રેમજીભાઈ લાઠીદડિયા (૬) જયેશભાઈ હસમુખરાય શાહ (૭) રાકેશભાઈ નાગજીભાઈ ધોળકિયા (૮) અંકિત સુશીલ પોદ્દાર અને (૯) અંકિત શંકરલાલ શાહ ના ખોટા નામ ધારણ કરેલ છે. ઉપરોક્ત નામો ધારણ કરનાર અજાણ્યા શખ્સોના ફોટા દસ્તાવેજોમાં ચોંટાડેલા છે. પ્રાથમિક પોલીસ તપાસમાં તેમની ભાળ મળી શકી નથી. જેથી આ શખ્સો વિષે કોઈ ભાળ મળે તો તેની માહિતી શ્રી આઈ.ડી.દેસાઈ, (પી.એસ.આઈ), આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઈમ બ્રાંચ-સુરતને રૂબરૂ અથવા મો.નં. ૯૯૨૪૭૭૮૫૯૬ ઉપર સંપર્ક કરીને માહિતી આપી શકાશે. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500