વાલોડનું ધામોદલા ગામના ગાંધી ફળિયામાં ધોધમાર વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં સંપર્ક વિહોણું થઈ જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ધામોદલા ગામનો ગાંધી ફળિયામાં ચોમાસાની શરૂઆત થાય એટલે હડમારીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.ગામ સાથે વ્યવહાર તુટી જતાં વાહન વ્યવહાર બંધ થઈ જતાં સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે.છેલ્લાં ત્રણ દિવસથી ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.
ધામોદલા ગામમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે ગાંધી ફળિયામાં પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએના રસ્તાઓમાં પાણી ભરાઈ જતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સામાન્ય વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળતાં લોકોને અવરજવરમાં તકલીફ વેઠવી પડે છે.ગામના આગેવાનો એ વારંવાર રજુઆત કરી હોવા છતાં પણ સંબંધિત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરાઇ નહોતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application