ભેસ્તાનમાં રહેતી ૨૪ વર્ષીય યુવતીને લગ્ન કરી કેનેડા સ્થાયી થવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી પ્રેમીઍ હોટલમાં અને ગોવામાં રીસોટૅમાં અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ યુવતી ગર્ભવતી બનતા તેની પાસે ગર્ભપાત કરાવ્યા બાદ બિમાર પિતાને વતનમાં મળવા જવાનુ કહી તરછોડી તરફોડી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે યુવતીની ફરિયાદ લઈ તપાસ શરુ કરી છે.
બનાવની સચીન પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ભેસ્તાન મારૂતિનંદન સોસાયટીમાં રહેતા અને હોટલમાં નોકરી કરતા મહેશ હીરા ચૌધરીઍ સન ૨૦૧૯માં ૨૪ વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતીને તેની સાથે લગન્ કર્યા બાદ કેનેડા સ્થાયી થવાનુ કહ્યુ હતુ. યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી પાંડેસરાની હોટલમાં તેમજ ગોવાની સનસીટી રિસોર્ટમાં શારીરક સંબંધો બાંધ્યા હતા. દરમ્યાન યુવતી ગર્ભવતી બનતા મહેશએ તેને સમજાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો.
યુવતીની લગ્ન કરવાની વાત કરે ત્યારે મહેશ ગલ્લા તલ્લા કરતો હતો અને ગત તા ૨૦મી મે ૨૦૨૧ના રોજ બનાસકાંઠા એઠાડેવાસ ગામે રહેતા તેના બિમાર પિતાને મળી આવ્યા બાદ લગ્ન કરવાનુ કહી ઘરેથી નિકળ્યા બાદ પરત ઘરે આવ્યા નથી અને યુવતી દ્વારા તેના પરિવારને ફોન કરી મહેશ ઘરે આવ્યો નથી હોવાનુ કહ્યું હતું.મહેશના મોબાઈલ ઉપર અનેકવાર અંજલી પટેલ નામની યુવતીના ફોન આવતા હતા જેથી યુવતીની આશંકા છે કે મહેશે તેની સાથે લગ્ન કરી લીધા હતા.મહેશ ચૌધરીએ યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર ભળાત્કાર કર્યા બાદ તરછોડી ફારર થઈ જતા યુવતીઍ ગઈકાલે ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500