પેલાડ બુહારીમાં દીપડી અને આંબાવાડી ગામે દીપડો પાંજરે પુરાયા હતા. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાંથી દોઢેક વર્ષની દીપડી પાંજરે પુરાઈ છે. જ્યારે હજુ પણ દીપડાઓ વિચરણ કરી રહ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. વાલોડ તાલુકાના પેલાડ બુહારી ગામમાં પૂરણા નદીના કિનારે આવેલી આંબાવાડીમાં દીપડાઓ નજરે પડી રહ્યા છે. જેને પગલે સ્થાનિક લોકોએ સરપંચને રજૂઆત કરતા સરપંચે વાલોડ વનવિભાગને પાંજરું મૂકવા રજૂઆત કરી હતી.
જેથી પેલાડ બુહારી ગામનાં પાવડાદાંડ મોરા ફળિયામાં જતાં માર્ગ ઉપર મરઘાનું મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું હતું. મરઘા ખાવાની લાયમાં શનિવારે દોઢ વર્ષની દીપડી પાંજરે પુરાઈ જતા સરપંચે વાલોડ વનવિભાગને કરી હતી. વનવિભાગના કર્મચારી અર્જુન ચૌધરી અને આરસીએસએસજી મેમ્બર ઈમરાન વૈદે પાંજરાનો કબજો લઈ દીપડીને જંગલમાં છોડવાની કવાયત હાથ ધરી હતી. માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામના રહેણાંક વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી શિકારની શોધમાં ફરતા દીપડાને પકડવા માટે વાંકલ વન વિભાગ રેંજના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિરેનભાઈ પટેલને રજૂઆથ કરવામાં આવી હતી.
તેમણે વન વિભાગના સ્ટાફ સાથે પાંજરું ગોઠવ્યું હતું. શિકારની શોધમાં આવેલો દીપડો મારણ ખાવાની લાલચે પાંજરામાં પુરાયો હતો આ ઘટના અંગેની જાણ સ્થાનિક ધર્મેશભાઈ ચૌધરી દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફ્સિરને કરવામાં આવી હતી જેથી વન વિભાગના કર્મચારીઓએ સાતથી આઠ વર્ષની ઉંમરના કદાવર દીપડાનો કબજો લઈ ઝંખવાવના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ ગયા હતા દીપડાને ચિપ્સ લગાવી વેટેનરી ઓફ્સિર પાસે ચેકઅપ કરાવી સુરક્ષિત રીતે જંગલમાં છોડવા માટેની તજવીજ કરવામાં આવી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500