Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારામાં રોયલ્ટી વગર રેતી લઇ જવા બાબતે રોકતા લીઝ મેનેજરને બોચી પકડી ફટકાર્યો

  • April 26, 2022 

વ્યારાના કણજા ગામે રોયલ્ટી વગર રેતી ભરી લઇ જવા બાબતે ના પાડતા રેતી લીઝ મેનેજરને બોચી પકડી મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે.


મળતી માહિતી અનુસાર મૂળ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના અંબોલી શક્તીન્ગ્રમાં રહેતા અને વ્યારાના કણજા ગામે રેતી લીઝના મેનેજર તરીકે નોકરી કરતા રફીકભાઈ ઈમામભાઈ ફકીર નાઓ રવિવાર નારોજ લીઝ પર હાજર હતા તે સમયે કણજા ગામનો લાલુભાઈ છગનભાઈ ચૌધરી નામનો શખ્સ લીઝ ઓફિસ પર આવ્યો હતો અને ગમે તેમ ગાળો બોલવા લાગ્યા હતો જોકે મેનેજરે ગાળો બોલવાની ના પાડતા લાલુભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને ઓફીસમાં પડેલ ટાયર બેસાડવાની રીંગ વડે મેનેજરને મારવા જતા તેઓએ રીંગ પકડી લીધી હતી જોકે વાગ્યું ન હતું. પરંતુ મેનેજરની બોચી પકડીને ટેબલ પર પાડી દીધો હતો, અને લાલુભીના હાથમાં રહેલા કડા વડે મેનેજરના માથામાં તેમજ જમણા હાથમાં માર્યું હતું.


મેનેજેરને ફટકારતા જોઈ નજીકમાં ઉભેલા અન્ય માણસો દોડી આવ્યા હતા અને મેનેજરને માર ખાતા બચાવ્યો હતો. જોકે લાલુભાઈ ચૌધરી ત્યાંથી જતાજતા ધમકી આપતો ગયો હતો કે, કણજા ગામમાં આવશે તો તારા ટાંટિયા ભાંગી નાખીશ અને પતાવી દઈશ, તારે જે કરવું હોય તે કરી, તેમ કહી જતો રહ્યો હતો. બનાવ અંગે ફરિયાદ આપતા રેતી લીઝના મેનેજરે આ ઝગડાનું કારણ જણાવ્યું હતું કે, આ લીઝ ઉપર કાયદેસરની રોયલ્ટી આપી રેતી ભરી આપતા હોય, પરંતુ અઠવાડિયા પહેલા અ લાલુભાઈ ચૌધરી દાદાગીરી કરીને રોયલ્ટી વગર રેતી ભરી લઇ જતો હતો. મેનેજરે તેઓને રોકી રોયલ્ટી વગર રેતી ભરી લઇ જવા ના પાડી હતી,જે બાબતનું મન દુઃખ રાખી રવિવાર નારોજ બપોરના સમયે લીઝ મેનેજર રફીકભાઈ સાથે ઝગડો કરી મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી હતી. બનાવ અંગે કાકરાપાર પોલીસે રફીકભાઈની ફરિયાદના આધારે લાલુભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application