ડોલવણમાં દિપડો મોરનો શિકાર કરવા જતા ભુગર્ભ ગટર યોજનાના કુવા માં પડ્યો હતો. ડોલવણના પાટી ગામમાં મંદિર ફળિયામાં એક હિંસક દિપડાનો પરિવાર વિચરણ કરી રહ્યો હતો અને મંદિર ફળિયામાં મનુભાઈ છોટુભાઈ પટેલ ના ઘરે ભુગર્ભ ટાંકાની આજુબાજુમાં ઝાડ આવેલા છે આ ઝાડ પર મોરનો નિવાસ કરે છે. રાત્રિએ અઢી વાગ્યે ના સુમારે હિંસક દિપડાએ ઝાડ પર બેઠેલા મોરના પર તરાપ મારતાં હિંસક દિપડો કુવામાં પડ્યો હતો અને રાત્રિની સમયે હિંસક દિપડોએ ત્રાડ નાખતા અવાજ થી લોકોમાં ભય ફેલાયો હતો.
પાટી ગામમાં મંદિર ફળિયામાં દિપડો કુવામાં પડતાં ગામના આગેવાન દિલખુશ ભાઈ વનવિભાગના ઉનાઈ રેન્જ ફોરેસ્ટર અમરસિંહ ભાઈ અને અધિકારીઓને જાણ કરતાં સવારે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને દિપડાને રેસકયુ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને કુવામાં નિસરણી(સીડી) ઉતારવામાં આવી હતી.જોકે હિંસક દિપડો સીડી પર થી બહાર નીકળ્યો હતો અને પલાયન થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application