Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે : પીએમ

  • January 29, 2024 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સુપ્રીમ કોર્ટની ડાયમંડ જ્યૂબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ અવસરે વડા પ્રધાને કહ્યું હતું કે આજે ભારતની પ્રાથમિકતા ન્યાય સુધી પહોંચવાની સરળતા અને તેના પર દરેક નાગરિકનો અધિકાર છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે સુપ્રીમ કોર્ટ મુખ્ય માધ્યમ છે. સુપ્રીમ કોર્ટે ભારતની જીવંત લોકશાહીને સતત મજબૂત કરી છે. બીજી તરફ આજે જે કાયદા બની રહ્યા છે તે આવતીકાલના ભારતને મજબૂત બનાવશે.


સુપ્રીમ કોર્ટના ૭૫ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સમારોહમાં વડા પ્રધાનની સાથે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડ અને કાયદાપ્રધાન અર્જુનરામ મેઘવાલ અને સુપ્રીમ કોર્ટના અન્ય ન્યાયાધીશો હાજર રહ્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે સમારોહમાં બીઆર આંબેડકરની પ્રતિમા અર્પણ કરીને વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું. માળખાકીય સુવિધાઓના વિસ્તરણ માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતા વડા પ્રધાને કહ્યું હતું કે ગયા અઠવાડિયે જ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સંકુલના વિસ્તરણ માટે ૮૦૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે કહ્યું કે સંસદની જેમ જ કોઈએ પણ તેને નકામા ખર્ચ ગણાવતી અરજી દાખલ કરવી જોઈએ નહીં.


મજબૂત ન્યાય પ્રણાલીને વિકસિત ભારતનો મુખ્ય આધાર ગણાવતા વડા પ્રધાને કહ્યું કે જૂના સંસ્થાનવાદી યુગના કાયદાઓને રદ કરીને ત્રણ નવા ફોજદારી કાયદાઓ લાવવામાં આવ્યા છે. આ સાથે અમારી કાનૂની નીતિ અને તપાસ તંત્ર નવા તબક્કામાં પ્રવેશ્યું છે. આ સંદર્ભે તેમણે સુપ્રીમ કોર્ટને ક્ષમતા નિર્માણ પ્રક્રિયાને મજબૂત કરવા માટે આગળ આવવા વિનંતી કરી હતી.તેમણે કહ્યું, આજે બનેલા કાયદાઓ ભારતનું ભવિષ્ય ઉજજવળ કરશે. વૈશ્ર્વિક સ્તરે થઈ રહેલાં પરિવર્તનો સાથે, વિશ્ર્વની નજર ભારત પર છે, કારણ કે ભારત પર વિશ્ર્વનો વિશ્ર્વાસ વધુ મજબૂત થઈ રહ્યો છે. આવા સમયે ભારત માટે આપણને મળેલી દરેક તકનો લાભ લેવો મહત્ત્વપૂર્ણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application