અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના જીવ ગયા બાદ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા જાહેર માર્ગો પર પૂરઝડપે વાહન ચલાવવા અને સ્ટંટ કરનારા લોકો સામે કાર્યવાહી કરવા ઝૂંબેશ હાથ ધરી છે. પરંતુ, જો કાયદાના રખેવાળ જ આવું વર્તન કરે તો પછી તેમની સામે પગલા લેવામાં આવશે, તે પણ એક સવાલ છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મી બાઇક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ કથિત વીડિયો સુરતના ઉમરા વિસ્તારનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ વાયરલ વીડિયોમાં પોલીસકર્મી એક બાઇક પર પસાર થઈ રહ્યો છે. દરમિયાન તે બંને હાથ સ્ટેરિંગ પરથી હટાવીને છૂટા હાથે બાઇક ચલાવે છે. કાયદાનું ભાન ભૂલીને પોલીસકર્મી બેખોફ થઈને જાહેર માર્ગ પર સ્ટંટ કરતો નજરે પડી રહ્યો છે. તેની પાસે એક અન્ય પોલીસકર્મી પણ બાઇક ચલાવી રહ્યો છે પરંતું, તેણે પર હેલમેટ પહેર્યું નથી. જો કે, પોલીસકર્મીઓની પાછળ આવી રહેલા કોઈ વાહનચાલકે તેની આ હરકતને મોબાઇલમાં કેદ કરી લીધી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વારયલ થઈ રહ્યો છે.
પોલીસ તંત્ર કાર્યવાહી કરશે કે કેમ?
લોકોમાં ચર્ચાઆ વીડિયો સામે આવ્યા બાદ લોકો સવાલ કરી રહ્યા છે કે જાહેર માર્ગ પર સ્ટંટ કરતા સામાન્ય લોકો સામે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ, પોતાના જ કર્મચારી દ્વારા બાઇક પર સ્ટંટ કરતા કે પછી નિયમોનું પાલન ન કરાતા તેમની વિરુદ્ધ પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? આ વીડિયોને લઈ લોકોમાં ભારે ચર્ચા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500