રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતના જજનું પ્રમોશન થયુ છે. જેમાં રાજકોટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ.વર્માની બઢતી થઇ છે.
રાજકોટ કોર્ટમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ અન્ય 68 ન્યાયાધીશોની વિવિધ જિલ્લાઓમાં બઢતી-બદલી થઇ છે. જેમાં સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહની સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી થઇ છે. ત્યારે રાહુલ ગાંધીના કેસમાં ચુકાદો આપનાર સુરતની કોર્ટના જજને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમાં સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિનિયર સિવિલ જજ એચ.એચ વર્માને પ્રમોશનની બઢતી અપાઈ છે.
રાજકોટ કોર્ટ ખાતે 16મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં સાતમા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ કે.એસ હિરપરાની બઢતી કરાઇ છે. જેમાં જજ કે. એસ હિરપરાની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના 15મા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી થઇ છે. તથા સુરત-કઠોર કોર્ટના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ટી. એચ દવેની જામનગર કોર્ટના ચોથા એડિ. ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી કરવામાં આવી છે. તેમજ સુરત લેબર કોર્ટના જજ નરેશ શાહને સુરેન્દ્રનગર કોર્ટમાં બઢતી આપવામાં આવી છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એસ.એચ.વોરાની ફેરવેલ યોજાશે. તેમાં ગુજરાત હાઇકોર્ટમાં બપોરે 2.30 વાગે જસ્ટિસ એસ.એચ.વોરાની ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500