વિધાન સભા સત્રનો અંતિમ દિવસે ગૃહમાં શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેકાર છે તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે.
રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલીપડી છે.રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 20,678 જગ્યાઓ અને ગ્રાન્ટેડ શાળાઓમાં 11,996 જગ્યા ખાલી છે.
રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે. જ્યારે રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે.રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે.
શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂજ્યો હતો અને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે. શિક્ષકોની ભરતી ન થતાં ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કેવી વિપરિત અસર થાય છે. સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી તેઓ અભ્યાસનું નુકસાન વેઠી રહ્યાં છે.
જેના કારણે મજબુરીમાં રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ લાખો રૂપિયાના ટયુશન ફી ભરીને આ અભ્યાસના નુકસાનની પૂર્તિ કરે છે. તો બીજી તરફ શિક્ષક માટે લાયકાત ધરાવતા યુવક યુવતીઓ બેકાર છે. ગૃહમાં આ મુદો ઉઠાવતા સરકાર પર સવાલ ઉઠ્યા હતા કે કેમ જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ્ય સરકાર સમયસર ભરતી કરતી નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500