Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભાની ચુંટણી કવરેજ માટે સાપ્તાહિક અખબારના તંત્રીઓ અને પ્રેસ પ્રતિનિધિઓને પ્રવેશ પાસ ઈશ્યુ કરવા મામલે તાપી કલેકટરને રજુઆત કરાઈ

  • May 06, 2024 

તાપી જિલ્લામાં પ્રિન્ટ મીડિયાના સાપ્તાહિક સહિતના પ્રેસ પ્રતિનિધિઓ અને અખબારના તંત્રીઓને લોકસભાની ચુંટણી કવરેજ માટે પ્રવેશ પાસ આપવામાં નહીં આવતા આજરોજ તાપી જિલ્લા કલેકટર અને ચુંટણી અધિકારીશ્રી તથા માહિતી વિભાગને રજુઆત કરવામાં આવી હતી.  

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો 

આજરોજ તાપી જિલ્લા કલેકટર અને ચુંટણી અધિકારીશ્રી તથા માહિતી વિભાગને કરવામાં આવેલ રજુઆત અનુસાર મુક્ત,ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ યોજવા ભારતનું ચુંટણી પંચ અને રાજ્યનું ચુંટણી તંત્ર પ્રતિબદ્ધ છે ત્યારે ૭મે નારોજ યોજનાર લોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૪ ચૂંટણીલક્ષી માહોલ દેશભરમાં દિવાળી પર્વની જેમ ઉજવાય રહ્યો છે અને હર્ષોલ્લાસ સાથે પ્રજાજનો વધારે પ્રમાણમાં મતદાન કરે તેવું આયોજન ચૂંટણી પ્રશાસન સરકાર તરફથી કરવામાં આવેલ છે.

જિલ્લાઓમાં સાપ્તાહિક સહિત પાક્ષિક,માસિક જેવા અખબારી તંત્રીઓને લોકસભા ચૂંટણી કવરેજ કરવા પાસ ઇસ્યુ નહીં કરાતા પત્રકાર જગતમાં ભારે રોષ

લઘુ અખબારો પણ દૈનિક અખબારો જેટલું જ મહત્વ ધરાવે છે ત્યારે તાપી જિલ્લા અને તાલુકામાં લઘુ અખબારના પ્રેસ પ્રતિનિધિઓને આ લોકસભાની ચૂંટણી પર્વના સમાચારોના કવરેજ માટે પ્રવેશ પાસ નહીં આપવાનું ધ્યાન ઉપર આવેલ છે. તાપી જિલ્લો સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં સાપ્તાહિક સહિત પાક્ષિક,માસિક જેવા અખબારી તંત્રીઓને લોકસભા ચૂંટણી કવરેજ કરવા પાસ ઇસ્યુ નહીં કરાતા પત્રકાર જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા આધારસ્તંભ (ચોથી જાગીર)તરીકે ઓળખવામાં આવે છે.

લઘુ અખબારો સ્થાનિક સમાચારને સૌથી વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે.

લઘુ અખબારો સ્થાનિક સમાચારને સૌથી વધુ પ્રાધાન્ય આપતા જોવા મળે છે.સાપ્તાહિક,પાક્ષિક,માસિક જેવા અખબારોને લઘુ અખબારો કે નાનાં કદના અખબારો કહી શકાય,લઘુ અખબારો મુખ્યત્વે ગ્રામ, તાલુકા, નગર કક્ષાએથી બહાર પડતા હોય છે અને તેમાં સ્થાનિક સમાચારથી લઈ લોકલ ઈન્ફોર્મેશનને ઈમ્પોર્ટન્શ આપવામાં આવે છે. સાથે જ સરકારશ્રી તથા પ્રજાજનો માટે અતિ મહત્વની કડીરૂપ ભૂમિકા ભજવી લોકજાગૃતિ અભિયાનને વેગવંતુ બનાવવાની કામગીરી પણ કરે છે.

તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે 7820092500 hi લખી મોકલો 


ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત લઘુ અખબારો (સાપ્તાહિક)ને બંધારણીય સમાનતાના ધોરણે સરકારશ્રીના પ્રજાલક્ષી ચૂંટણીના સમાચારો કવરેજ કરીને આ ચૂંટણીના માહોલને સુંદર પ્રજાલક્ષી બનાવવા ના ઉમદા કાર્ય માટે સમાચારોને કવરેજ કરવા માટે લઘુ અખબારના તંત્રીશ્રીઓ અને પ્રેસ પ્રતિનિધિઓને તાત્કાલિક ધોરણે પાસ ઈશ્યુ કરી (મંજૂરી) આપવામાં આવે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application