લગ્નોત્તર પ્રેમ સંબંધ નો કરૂંણ અંજામ તાપી ના વ્યારામાં નિર્માણાધીન થયો છે, જેમાં માઠું લાગી આવતા યુવકે જીવન ટૂંકાવ્યું છે, બીજી તરફ મૃતક યુવકે સુસાઇટ નોટમાં તેની પત્ની ના પ્રેમી નું સ્પષ્ટ નામ લખતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વ્યારા માં એક દુષ્પ્રેરણા ની ઘટના સામે આવી છે, જેમાં પાર્થિવ ચૌધરી નામના પ્રાથમિક ધોરણના શિક્ષક અને તેની પત્ની વચ્ચે અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધ ને પગલે વારંવાર ઝઘડો થયા કરતો હતો, જેમાં ગત દિવસોમાં ઝઘડો ઉગ્ર બનતા પાર્થિવે તેના પત્નીના પ્રેમી વિરલ ચૌધરીની કાર સળગાવી દીધી હતી, જે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે થઇ હતી, અને પાર્થિવની પોલીસે અટક કરી જમીન મુક્ત કર્યો હતો.
ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામે પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરતા અને વ્યારાની તોરણ રેસીડેન્સીમાં રહેતા પાર્થિવ ચૌધરી ની પત્ની સાથે આરોપી વિરલ ભાઈ ચૌધરીને અનૈતિક સંબંધો હોય, જેના અનુસંધાને પાર્થિવભાઈએ પ્રેમી સાથે સંબંધ ન રાખવા સમજાવેલ, તેમ છતાં માનેલ નહીં, જેના અનુસંધાને ગત તા.10મી સપ્ટેમ્બર નારોજ પાર્થિવભાઈ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયેલો અને તે દિવસે આરોપી વિરલ મારનાર ના પત્નીને પોતાની ગાડીમાં ગંગાધારા ગમે મૂકી એવેલા અને તેના રોષમાં પાર્થિવે આરોપીની ગાડી સળગાવી દીધેલી અને અગાઉ વ્યારા પોલીસ સ્ટેશનમાં પાર્થિવ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ અને પાર્થિવની અટક કરી જામીન મુક્ત કરવામાં આવેલ હતો.
પત્ની ઝંકૃતિ ના વિરલ ચૌધરી નામના યુવક સાથે ના આડા સંબંધ ને પગલે લાંબા સમય થી ડિપ્રેશનમાં રહેતા પાર્થિવ તેના પિતાના ઘરે થોડા સમયથી રહેતો હતો, ગત રાત્રી દરમ્યાન તેણે પ્રથમ હાથની નસ કાપી બાદ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું, તે પહેલા મૃતક પાર્થિવે એક સુસાઇટનોટ લખી હતી, જેમાં પોલીસના કહેવાનુસાર પત્નીના પ્રેમી વિરલ ચૌધરી નો ઉલ્લેખ હોવાને લઈ મુર્તકના પિતાની ફરિયાદ આધારે પોલીસે બનાવ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધને લઈને પાર્થિવ અને તેની પત્ની ઝંકૃતિ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલ્યા કરતો હતો, મૃતક પાર્થિવ ના પિતાના કહેવાનુંશર પાર્થિવ તેની પત્નીને વારંવાર લગ્નોત્તર સંબંધ તોડી નાખવા સમજાવતો હતો, પરંતુ તેમ ન થતા આખરે પાર્થિવે અંતિમ પગલું ભરી પોતાનીજ જિંદગીને ટૂંકાવી દીધી, ત્યારે લગ્નોત્તર ના સબંધોનો અંજામ કેવો કરુણ હોય છે તે વ્યારાની બનેલ ઘટના પરથી ફલિત થાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500