પારડીના પલસાણા ગામે આવેલા પૌરાણિક શિવ મંદિરને તસ્કરે નીશાન બનાવી દાનપેટી તોડી રોકડ રકમ તેમજ શિવજીનો નાગ અને પિત્તળની છત્તર મળી કુલ રૂપિયા ૨૫,૦૦૦/- ચોરી ગયાની ઘટના સામે આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા ગામના આ પૌરાણિક મંદિરમાં શિવરાત્રિએ ભવ્ય મેળો ભરાય છે. આ મંદિરના પૂજારી ક્રમ ટ્રસ્ટી રમેશગીરી ગૌસ્વામી બુધવારે સાંજે નિત્ય ક્રમ મુજબ પુજા આરતી કરી મંદિર બંધ કરી ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રે ૧૨થી ૧ના આસપાસ એક ચોરે આ મંદિરને નિશાન બનાવતા મંદિરમાં ત્રણ ચોર થેલામાં કટર મશીન અને એક્સ્ટેન્શન વાયર લાવ્યો હતો જે મંદિરમાં લાગેલા CCTVમાં ચોર કેદ થયો છે.
જે મશીન થેલામાંથી બહાર કાઢી બોર્ડ સુધી વાયર લંબાવી કટર મશીન ચાલુ કરી દાન પેટી કાપતો હોવાનુ દેખાય છે. આ જોતાં આ ચોરે મંદિરમાં દર્શન બહાને આવી રેકી કરી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. આ મંદિરના દરવાજા પૈકી એકનું તાળું તોડી અંદર ઘૂસી રંગમંડપના ભાગે રાખેલી લોખંડની બે દાન પેટી કટર મશીનથી કાપી દાનની અંદાજે રોકડ ૧૫,૦૦૦/- તેમજ ગર્ભપૃહમાં મહાદેવજી પાસેનો પિત્તળનો નાગ રૂપિયા ૫૦૦૦/-, પિત્તળનું છત્તર રૂપિયા ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૨૫,૦૦૦/-ની ચોરી કરી ગયો હતો. જોકે પૂજારી રમેશગીરી મંદિરે આવતાં ચોરી થયાનું જણાતા તેમણે પારડી પોલીસને જાણ કરી હતી જેને પગલે પી.આઈ સ્ટાફ સાથે દોડી આવી મંદિરમાં લાગેલા CCTV ફૂટેજ મેળવી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500