કચ્છમાં ગૌરક્ષો દ્વારા ભૂજ નગરપાલિકાના પ્રમુખને થપ્પડ મારવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભૂજના નાગરો ડમ્પિંગ સાઈટ પર વીજશોક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતાં. આ મામલે ગૌરક્ષકો દ્વારા પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી. જયારે તેઓ પાલિકામાં રજૂઆત કરવા પહોચ્યાં હતાં. જ્યાં ઉશ્કેરાયેલા એક ગૌરક્ષકે પોલીસની હાજરીમાં જ પાલિકા પ્રમુખને થપ્પડ મારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની વિગત એવી છે કે, ભૂજમાં નાગરો ડમ્પીંગ સાઈટ પર વીજશોક લાગતાં કેટલીક ગાયોના મોતને લઈને ગૌરક્ષકો પાલિકામાં રજૂઆત કરવા માટે ગયાં હતાં.
અનેક વખત રજૂઆતો કરવા છતાંય કોઈ કાર્યવાહી નહીં થતાં આજે પણ પાલિકામાં રજૂઆત કરી હતી. આ સમયે પાલિકામાં પોલીસની અગાઉથી જ હાજરી હતી. ગૌરક્ષકો ઉગ્ર સ્વરે પાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને રજૂઆત કરી રહ્યાં હતાં. આ સમયે અચાનક એક ગૌરક્ષક ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પાલિકા પ્રમુખને પોલીસની હાજરીમાં જ થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદ પોલીસે તમામને બહાર કાઢ્યા હતાં. આ ઘટના બાદ પાલિકા પ્રમુખ નગરપાલિકા કંમ્પાઉન્ડમાંથી નીકળી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application