Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પઠાન ફિલ્મના વિરોધની ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી

  • January 22, 2023 


25 તારીખે શાહરુખ ખાનની ફિલ્મ પઠાન રિલીઝ થવા જઈ રહી છે જેને લઈને તેમના ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ફિલ્મના કેટલાક સિન કટ કર્યા બાદ પણ ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. હવે પઠાન ફિલ્મના વિરોધની ઘટના સુરતના રાંદેર વિસ્તારમાં સામે આવી છે.




રાંદેરના રૂપાલી સિનેમામાં ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફિલ્મના પોસ્ટર ફાડી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત તોડફોડ પણ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. રૂપાલી ટોકીઝના કર્મીઓને ધમકાવામાં પણ આવ્યા હતા.



આ ઘટના જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે પહોંચી હતી 5 ઈસમોની ધરપકડ કરી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. ગત સાંજે બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તોડફોડ કરનાર લોકો સામે રાંદેર પોલીસે રાયોટિંગની FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application