અફઘાનિસ્તાનમાં આવેલ ભૂકંપની અસર ભારત અને પાકિસ્તાનમાં પણ જોવા મળી હતી, ભૂકંપની તિવ્રતા 6.6ની હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત ઉપરાંત ઉઝબેકિસ્તાન, તજીકિસ્તાન, ચીન, તુર્કમેનિસ્તાન, કિર્ગીસ્તાન અને કઝાખસ્તાનમાં પણ આંચકા અનુભવાયા હતા. જ્યારે ભારતમાં ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. અમદાવાદમાં પણ કેટલાક વિસ્તારોમાં આંચકા આવ્યા હતા.
ભૂકંપના કેન્દ્ર અફઘાનિસ્તાનથી શરૂ થયેલા ભૂકંપના આંચકા કુલ 9 દેશો સુધી અનુભવાયા છે. આ ભૂકંપમાં પાકિસ્તાનમાં 2 મહિના સહિત કુલ 9 લોકો જ્યારે અફઘાનિસ્તાનમાં કુલ 10 લોકોના મોતના અહેવાલ મળ્યા છે. આ સાથે અનેક ઈમારતો પણ ધસી પડી છે. ભારતમાં પણ ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાનના કલાફગનથી 90 કિમી દૂર પેટાળમાં 156 કિમી હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર બિંદુ વધુ પેટાળમાં હોવાને કારણે અનેક દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. ભૂકંપની સૌથી વધુ અસર અફઘાનિસ્તાનમાં જોવા મળી રહી છે.
ભારતમાં ઉત્તર બાજુના રાજ્યો જેમ કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ આંચકાની અસર જોવા મળી
જ્યારે ભારતમાં ઉત્તર બાજુના રાજ્યો જેમ કે જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ ઉપરાંત ગુજરાતમાં પણ આંચકાની અસર જોવા મળી હતી. કેટલાક રાજ્યોમાં લોકો ઘરોની બહાર નિકળી ગયા હતા. જ્યારે પાકિસ્તાનમાં રાવલપિંડીમાં મોટી સંખ્યામાં લોકો ઘરોની બહાર નિકળ્યા હતા, અહીં ભૂકંપની તિવ્રતા પાક.ના અન્ય વિસ્તારો કરતા વધુ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે કોઇ જાનહાનીના રિપોર્ટ સામે નથી આવ્યા.
જોકે અફઘાનિસ્તાનમાં ભારે નુકસાનની ભીતિ છે. અફઘાનિસ્તાનમાં મંગળવારે રાત્રે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા ઉત્તર ભારત તેમજ ગુજરાતમાં ગાંધીનગર, વડોદરા સહિત રાજ્યમાં પણ અનેક સ્થળોએ અનુભવાયા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે રાત્રે 10:40ની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને પગલે લોકોએ ઘણી સેકન્ડ સુધી આંચકા અનુભવ્યા હોવાનું કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં ભૂકંપના 15થી વધુ આંચકા નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી મોટાભાગના સૌરાષ્ટ્ર-કચ્છમાં છે. જોકે આ પ્રકારના આંચકાથી ભય અનુભવવાની જરૂર નથી હોતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500