ડોલવણનાં કાકડવા ગામની એક યુવતી સાથે વિધિનાં બહાને ફોસલાવી પટાવીને બોલાવ્યા બાદ તેની સાથે શારીરિક છેડછાડ કર્યાની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જોકે ગણતરીના કલાકોમાં આરોપી પાખંડી ભુવાને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડોલવણનાં કાકડવા ગામનાં ટીમરી ફળિયામાં રહેતી 23 વર્ષીય યુવતીએ શનિવારનાં રોજ ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે, ડોલવણનાં બોરકચ્છ ગામનાં ડુંગરી ફળિયામાં રહેતા વજેસિંગ ઉર્ફે મદન પ્રાગજીભાઈ ચૌધરી નાએ ગત તા.19 મે ના રોજ સવારે સાડા દસથી અગિયાર કલાક દરમિયાન યુવતીને માનતા છોડાવવા એકાંતમાં જવું પડશે કહી ફોસલાવીને વિધિ કરવા માટે ઉમરવાવદૂર ગામની સીમમાં આવેલા ચાંદસૂર્ય મંદિરની નીચે અંબિકા નદીના સ્મશાન પાસે લઈ ગયા હતા.
ત્યારબાદ યુવતી સાથે વિધિનાં બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા હતા. તેમજ ત્યારબાદ યુવતીને કીધું હતું કે, આ વાતની જાણ કોઈને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે ડોલવણ પોલીસે મથકે વજેસિંગ ઉર્ફે મદન ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવતા તા.૨૨મી મે નારોજ પાઠકવાડી-ડોલવણ રસ્તા પરથી વજેસિંગ ઉર્ફે મદન પ્રાગજીભાઈ ચૌધરીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500