મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન પરેડ કરતી દર્શાવતો વીડિયો વાયરલ થયાના બે દિવસ પછી મહિલાઓની નગ્ન પરેડ કરાવનાર નરાધમનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું.
વાઇરલ થયેલા આ વીડિયોમાં મણિપુરના કાંગપોકપી જિલ્લામાં લડતા સમુદાયમાંથી એકની મહિલાઓને બીજી બાજુના ટોળા દ્વારા નગ્ન પરેડ કરવામાં આવી હતી. એનો બદલો લેતા દેખાવકારોના એક જૂથ (જેમાં મોટાભાગની મહિલાઓ હતી)એ આરોપીના ઘરને આગ લગાવી દીધી હતી.નોંધનીય છે કે કાંગપોકપી જિલ્લાના એક ગામમાં બનેલી આ ઘટના, 3 મેના રોજ ઉત્તરપૂર્વીય રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યાના એક દિવસ પછી બની હતી. જો કે, એનું ભયાનક ફૂટેજ બુધવારે જ સામે આવ્યું હતું અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ હટાવ્યા પછી આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોનુ સુઓ-મોટો સંજ્ઞાન લેતા મણિપુર પોલીસે બુધવારે રાત્રે થોબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માણસો વિરુદ્ધ અપહરણ, ગેંગરેપ અને હત્યાનો કેસ નોંધ્યો હતો.સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઘટનાના સંબંધમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.ગુરુવારે, મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહે જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે અને ગુનેગારોને ફાંસીની સજા સહિત કડક પગલાં લેવામાં આવશે.નોંધનીય છે કે મણિપુરમાં 3 મેના રોજ.
મેઇતી સમુદાયની અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે ફાટી નીકળેલી વંશીય હિંસામાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે મેઇતી રાજ્યની વસ્તીના લગભગ 53 ટકા હિસ્સો ધરાવે છે અને મોટે ભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે, જ્યારે આદિવાસીઓ (જેમાં નાગા અને કુકીનો સમાવેશ થાય છે) 40 ટકા છે અને તેઓ મોટે ભાગે પહાડી જિલ્લાઓમાં રહે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500