Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થતાં આગ લાગી, આગમાં આખું મકાન બળીને ખાખ થયું

  • November 22, 2023 

કપડવંજ તાલુકાનાં આંતરસુંબા ગામના મકાનમાં ઘરેલુ ગેસ લીકેજ થવાના બનાવમાં આગ લાગતાં આખું મકાન બળીને ખાખ થઈ ગયું હતું. જોકે આગ લાગવાના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. મળતી માહિતી અનુસાર, આતરસુંબામા વોર્ડ નંબર-5માં આવેલ મહાદેવવાળી ફળીમાં પ્રશાંતભાઇ મહારાજનું મકાન આવેલું છે. સદર મકાનમાં ઘરેલુ ગેસ બોટલની પાઈપ એકાએક જ લીકેજ થવાથી આખા ઘરમાં ભીષણ આગ લાગવાથી સંપૂર્ણ મકાન બળી ને ખાખ થઈ ગયું હતું. આગના બનાવ અંગેની જાણ આતરસુંબાના સરપંચને થતાં તેઓએ તાત્કાલિક કપડવંજ નગરપાલિકાના ઉપપ્રમુખને જાણ કરી હતી. કપડવંજથી તાત્કાલિક ફાયરબ્રિગેડની બંને ગાડી ગણતરીની મિનિટોમાં જ પહોચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ઘટના સ્થળે સરપંચ પોતે તથા પંચાયતના તમામ સદસ્યોએ સમયસુચકતા વાપરીને આગ બુઝાવવા પ્રયત્નો ચાલુ કરી દીધા હતા. જેથી કરીને આજુબાજુના મકાનોમાં વધુ આગના પ્રસરે તેવા પ્રયત્નો કર્યા હતા. મોટી દુર્ઘટના અને જાનહાનિ અટકી હતી. ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોચી આગ ઊપર કાબૂ મેળવી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application