Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં 57 મિ.મિ. અને સૌથી ઓછો ગરુડેશ્વર તાલુકામાં 16 મિ.મિ. વરસાદ નોંધાયો

  • July 13, 2022 

નર્મદા જિલ્લામાં તા.૧૩મી જુલાઇ, ૨૦૨૨ને બુધવારના રોજ સવારના ૬.૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ દેડીયાપાડા તાલુકામાં ૫૭ મિ.મિ. અને સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં ૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં ૫૫ મિ.મિ, સાગબારા તાલુકામાં ૨૧ મિ.મિ., અને તિલકવાડા તાલુકામાં ૧૮ મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૯૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.




જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો ૧૧૫૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો૯૮૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો ૯૨૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો ૮૨૧ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો ૬૦૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.




જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ ૧૧૭.૩૩ મીટર, કરજણ ડેમ-૧૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૬૦ મીટર, ચોપડવાવ ડેમ-૧૮૭.૭૩ મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ ૧૬.૨૯ મીટરની સપાટી રહેવા પામી હોવાના અહેવાલ પણ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application