Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking news : હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૩૫ હજારની લાંચ લેતા પકડાયો, સાથે મહિલા પીએસઆઈ પણ ભેરવાઈ

  • June 16, 2022 

છોટાઉદેપુર જિલ્લામાં હેડ કોન્સ્ટેબલ રૂપિયા ૩૫ હજારની લાંચ સ્વીકારતા એસીબીના હાથે પકડાયો છે, જોકે લાંચ મામલે મહિલા પીએસઆઈ સાથે ટેલીફોનીક વાત કરતા મહિલા પીએસઆઈ પણ એસીબીના છટકામાં ભેરવાઈ છે.


દારૂના ગુનામાં બુટલેગર ને સવલત આપવા માટે માંગી હતી લાંચ 

મળતી માહિતી અનુસાર એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી પર ઈંગ્લીશ દારુનો કેસ કરેલ હોય જે ગુનાના કામે અટક કરવાના હોય કોર્ટમાં જલ્દી રજુ કરવા,સવલત આપવા માટે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કરાલી પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર અમૃતલાલ વસાવાએ રૂ.૪૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.૩૫,૦૦૦/- આપવાના નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.


લાંચીયો હેડ કોન્સ્ટેબલ કિરણ વસાવા સ્થળ ઉપર જ પકડાઇ ગયો

એસીબીએ ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ કરાલીના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાસે લાંચના છટકાનું આયોજન કરતા હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર વસાવાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૩૫,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને સ્વીકારતા પહેલા કરાલી પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ શ્રીમતિ આર.જે.ચોટલીયા સાથે ટેલીફોનથી હેતુલક્ષી વાત કરી ફરીયાદી પાસેથી રૂ.૩૫,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારતા લાંચીયો હેડ કોન્સ્ટેબલ કિરણ વસાવા સ્થળ ઉપર જ પકડાઇ ગયો હતો.


જોકે એસીબીની તપાસમાં મહિલા પીએસઆઈ મળી ન આવતા એસીબીએ હેડ કોન્સ્ટેબલ અને મહિલા પીએસઆઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application