Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેત્રંગ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 8 હજારની લાંચ લેતાં ઝડપાયો

  • July 27, 2023 

નેત્રંગ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ રૂપિયા 8 હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓડીસાનાં અને નેત્રંગમાં ગણેશ માર્કેટીંગ નામની દુકાન ધરાવતાં રાજેશ અને મનોજ દાસ પાસે અમદાવાદના વિરલ ઠક્કર નામના શખ્સે 10 એસી ખરીદ્યા હતાં પણ તેમણે રૂપિયા ન ચુકવતાં તેમની સામે કેસ થયો હતો. તે દરમિયાનમાં નેત્રંગ પોલીસે રાજેશને પ્રોહિબિશનના કેસમાં ઝડપી પાડતાં અમદાવાદની નરોડા પોલીસ તેને લઇ ગઇ હતી. બીજી તરફ નેત્રંગના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહે તેના ભાઇ મનોજને તારા વિરૂદ્ધ પણ 56 હજારની ફરિયાદ થઇ છે. ત્યારે ત્યાંના 56 હજાર અને પટાવટના 44 હજાર મળી એક લાખની માંગણી કરતાં તેણે 92 હજાર આપ્યાં હતાં. જેમાંથી બાકી રહેલાં 8 હજારની લાંચ લેતાં વડોદરા એ.સી.બી.ની ટીમે ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application