નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલ મુજબચીખલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.આ મામલે હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ,નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ સંજય પટેલ PSO તેમ જ બીટ જમાદાર તરીકે ફરજ બજાવતા હતા. બુધવારે સંજય પટેલે અગમ્ય કારણોસર પોલીસ ક્વાર્ટર્સમાં જ ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું છે. સંજય પટેલની આત્મહત્યાની જાણ થતા સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે. સંજય પટેલે કયાં કારણોસર આત્મહત્યા કરી તે પાછળનું કોઈ ચોક્કસ કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ,પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સંજય પટેલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને બીમારીના કારણે કંટાળીને તેમને આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મૃતદેહને પી.એમ. અર્થે ખસેડાયો
હાલ પોલીસે સંજય પટેલના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે સંજય પટેલના પરિવારજનોને પણ આ મામલે જાણ કરવામાં આવી રહી છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સાથે જ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પણ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500