કોરોના કાળમાં તાપી જિલ્લામાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે, જીવિત વ્યક્તિને મૃત જાહેર કરી દેતા પરિજનોમાં આક્રોશની લાગણી ફેલાઇ હતી. આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રસાશને ભૂલ સ્વીકારી મામલો રફેદફે કર્યો હોવાનો ચોંકવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આધારભૂત સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં કોવિડ વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે. જેમાં 72 વર્ષીય ધિરજભાઈ નરોત્તમભાઈ પંચોલી નામના વ્યક્તિની તબિયત લથડતા તેમને પહેલા અન્ય હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યાંથી તેમને વ્યારાની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં દાખલ કર્યા ના થોડાજ સમયમાં હોસ્પિટલમાંથી પરિવારજનો ને ફોન આવ્યો હતો કે, ધિરજભાઈની તબિયત વધુ ખરાબ ગઈ છે, જેથી જલ્દી આવો અને પછી હોસ્પિટલ પહોંચતા તેઓનું અવસાન થયું હોવાનું જણાવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું, પરંતુ થોડીવારમાં જાણવા મળ્યું કે, ધિરજભાઈ જીવિત છે અને તેઓ વોર્ડમાં બેઠા છે. જેથી પરિવારજનો અને સંબંધીઓએ હોસ્પિટલમાં હંગામો કર્યો હતો. આ સમગ્ર મામલે હોસ્પિટલ પ્રસાશને ભૂલ સ્વીકારી કોરોનાની કામગીરીને લઈ કામનું વધુ ભારણ હોવાનું કહી કોવિડ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓને અન્ય વિભાગમાં ખસેડી ત્યાં સિનિયર કર્મચારીને કામે લગાડ્યા હોવાનું જણાવ્યું હતું.
આપને અહીં એ પણ જણાવી દઈએ છીએ કે,રતનશ્યામ પટેલ (ઉ.વ.89 રહે,વાંકા ગામ,નિઝર નાઓ ખરેખર મૃત પામેલ વ્યક્તિ છે. જયારે 72 વર્ષીય ધિરજભાઈ નરત્તમભાઈ પંચોલી (દર્દી) જેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેના કારણે તેના પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો તો બીજી તરફ તંત્રની બેદરકારીની પણ થુંથુ થઇ રહી છે. સમગ્ર મુદ્દે પોલીસ ને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500