Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી પાંચ વર્ષમાં સરકાર આઠ નવા શહેર વિકસિત કરશે

  • February 05, 2021 

શહેરી ક્ષેત્રોના વિસ્તારની વધતી માંગને ધ્યાનમાં રાખીને સરકાર આઠ નવા શહેર વિકસિત કરશે. સરકાર દ્વારા રચવામાં આવેલા ૧૫મા નાણાકીય પંચે પણ આઠ હજાર કરોડ રૂપિયા આપવાની પણ ભલામણ કરી છે. એટલે કે દરેક શહેર માટે એક હજાર કરોડ રૂપિયા ફાળવવાની ભલામણ કરવામાં આવી છે. 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે શહેરી વિકાસ પ્રધાન હરદીપ સિંહ પુરી અનેક વખત જણાવી ચૂક્યા છે કે ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે. શહેરી વિકાસ મંત્રાલયના સચિવ ડી.એસ. મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં વધી રહેલા શહેરીકરણના પડકારને પહોંચી વળવા માટે વધુ આઠ શહેરોનો વિકાસ કરવામાં આવશે.

 

 

 

 

આગામી પાંચ વર્ષમાં દરેક શહેર માટે ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. એક રાજ્યમાં એક જ શહેરનો વિકાસ કરવામાં આવશે. સંસદમાં રજૂ કરવામાં આવેલા નાણાકીય પંચના અહેવાલમાં આ અંગેની વધુ વિગતો દર્શાવવામાં આવી છે. પત્રકારો સાથેની વાતચીતમાં હાઉસિંગ સેક્રેટરી મિશ્રાએ જણાવ્યું હતું કે, મંત્રાલય ટૂંકમાં નવા શહેરોના વિકાસ માટેના ફ્રેમવર્ક પર અમલ કરવાનું શરૂ કરી દેશે. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે, ક્યાં રાજ્યોમાં આ શહેરોનો વિકાસ કરવામાં આવશે તે અંગેની વિગતો હજુ અમારી પાસે નથી.

 

 

 

ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવશે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર દેશની ૩૧.૨ ટકા વસ્તી શહેરોમાં વસે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક વર્ષની અંદર આ અંગેની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે.(ફાઈલ ફોટો)

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application