Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ એક ડામ : સરકાર ના....ના..... કરતી રહી પણ આખરે ખેડૂતોને લૂંટવાનું શરૂ : IFFCOએ રાસાયણિક ખાતરના ભાવમાં ફરીથી વધારો કર્યો

  • October 17, 2021 

દિવાળી પહેલા જ જગતના તાત એવા ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રવી પાક પહેલા ખેડૂતોને મોટો કમરતોડ ઝટકો મળ્યો છે. ખાતરના ભાવ માં ૨૬૫ રૂપિયાનો વધારો થયો છે. NPK ખાતરના રૂ.૧૧૭૫ થી વધીને ૧૪૪૦ થયા છે. ગત વર્ષે કરેલો ભાવ વધારો હવે લાગુ થયો છે. રોજ સવાર પડે ને પેટ્રોલ-ડીઝલના રોજે રોજ વધતા ભાવના કારણે ખેડૂતો પહેલાથી જ પરેશાન છે. ખેતીવાડી માટે યાંત્રિક સાધનો નો હવે વધુ ઉપયોગ થવા લાગ્યો છે મોટેભાગે ટ્રેક્ટરો દ્વારા ખેતીવાડી કરવામાં આવી રહી છે અને પેટ્રોલ-ડીઝલની સતત વધતી કિંમતોથી દેશનો સામાન્ય માણસ પહેલેથી જ સંપૂર્ણપણે કચડાઈ ગયો છે. ઉપરાંત દેશમાં રાસાયણિક ખાતર બનાવતી સંસ્થા IFFCO એ ભાવ વધારો કર્યો છે. ત્યારે આજે અચાનક ખાતરમાં IFFCO એ ધરખમ ભાવ વધારો થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.

 

 

 

 

ગુજરાતના ખેડૂતો પર સૌથી મોટો બોજો ઝીંકાયો છે. જેથી ખેડૂતો માં આક્રોશ સર્જાવાના એંધાણ છે. ઇફ્કો કંપનીએ રાસાયણિક ખાતરમાં તોતિગ ભાવ વધારો કર્યો છે. આ અગાઉ પ્રતિ બેગ IFFCO NPK 10/26/26 નો ભાવ ૧૧૭૫ રૂપિયા હતો, જેનો ભાવ હવે ૧૪૪૦ રૂપિયા થયો છે. આ સાથે પ્રતિ બેગ ઉપર ૨૬૫ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. એ જ રીતે IFFCO નપક 12/32/16નો ભાવ.અગાઉ ૧૧૮૫ રૂપિયા હતો જેનો વધી ૧૪૫૦ રૂપિયા થયો, જેમાં પણ ૨૬૫ રૂપિયાનો વધારો થયો છે.

 

 

 


ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો થતાં જગતના તાત માટે મુશ્કેલી ઉભી થઈ છે. DAP, NPK અને યુરિયાના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો ત્રાહીમામ છે. ખેડૂતોનું કહેવું છે કે વારંવાર વધતા ખાતરના ભાવે ખેડૂતોની કમર તોડી નાંખી છે. જો આજ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં ખેડૂતો માટે મોટી મુશ્કેલી સર્જાશે. ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય લઈ વારંવાર ખાતરમાં વધતા ભાવ અટકાવવા જોઈએ.

 

 

 

 


કેન્દ્ર સરકારમાં કરી છે રજૂઆતઃ જયેશ દેલાડ

સુરતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે કહ્યું કે,  ખેડૂતો આગેવાનોએ આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે. ખેડૂતોના હિતમાં સત્વરે ભાવ વધારો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર સબસીડી વધારે તેવી માંગ પણ કરવામાં આવી છે. ક્રુડ ઓઈલના ભાવ વધવાના કારણે ખાતરના ભાવોમાં વધારો થયો  છે. હવે આ ભાવ વધારો પાછો ખેચવો પણ અશક્ય છે.

 

 

 

 


દક્ષિણ ગુજરાતના ખેડૂતો ઉપર વર્ષે રૂ. ૫૦ કરોડનો બોઝો વધશે.

આ ભાવ વધારાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વર્ષે રૂ. ૫૦ કરોડનો બોઝો વધશે. આ અંગે વધુ જાણકારી આપતા ખેડૂત આગેવાન જયેશ દેલાડે જણાવ્યુ હતું કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શેરડીની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. શેરડીના ખેતીમાં એક ટન દીઠ ખાતરના પાકમાં રૂ. ૫૦ નો  વધારો ખેડૂતોએ આપવો પડશે.
ખેડૂતોની હાલત વધુ કફોડી બની છેલ્લા બે વર્ષથી કોરોના માટેનો સમય ચાલી રહ્યો છે. જેની અસરથી ખેડૂતો પણ બાકાત રહી શક્યા નથી.

 

 

 

 

તેવામાં ઇફકો કંપનીએ ખાતરમાં ભાવવધારો ઝીંકી દેતા ખેડૂતોની હાલત વધુ કફોડી બની ગઈ છે. જેમાં હવે કંપનીએ તેમાં ભાવવધારો ઝીંકી દેતાં ખેડૂતોએ દર વર્ષે કરોડો રૂપિયા વધુ ચૂકવવા પડશે. દેશની સૌથી મોટી સહકારી ફર્ટીલાઈઝર કંપની ઇફકોએ ખાતરના ભાવમાં અધધ કહી શકાય તેવો ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. જેને પગલે ખેડૂતોની સ્થિતિ બગડી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application